લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૦
 
૪૩૦
 

K મહાદેવભાઈની ડાયરી આપને એકલાને જ દીવાદાંડીરૂપ જોઉ છું, તે અંધારામાં રસ્તા શોધવા કાંકાં મારું છું. પણ ઠેસ વાગે છે તે પડી જાઉં છું. ગમે તેમ થાએ, મારેા પ્રેમ કાયમ છે, તે હું આપના જ વિચારેા કરું છું. ” ડૉ. અનસારીને લાગ્યું કે · જ્યારે જીવનદીપ મુઝાતા દેખાય ત્યારે ડૉક્ટરેાનું માનવાની હા પાડા' એટલી વિનતીને સ્વીકાર ગાંધીજી પાસે કરાવી શકાય તેા દેશની વેદના કંઈક એછી થાય. ડોકટરની એ અશ્રદ્દા રૂઝવવાને ગાંધીજી એમને જવાબ લખે છે : “તમે તેા ખુદા પર યકીન રાખનાર છે. તમને કહું છું તે સાચું માનજો કે આ ઉપવાસ મે મારી ખુશીથી નથી લીધેા. એ ખુદાનું ફરમાન છે. તેથી એ જ મારી રક્ષા કરશે તે માવજત કરશે. અને જો એની માવજતથી હું નહીં બયું તેા તમારા જેવા કુશળ ડૉક્ટર અને પેગમ્બર સાહેબને આફત વખતે મદદ કરનાર અનસારીઓના વંશજ મને શી રીતે બચાવશે? સલામ.” ( જેમને ખબર ન હોય તે જાણે કે પેગ બર સાહેબ જ્યારે મક્કાથી હિજરત કરીને ગયા ત્યારે એ હિજરતીએને મદીનામાં જે શેખાએ મદદ કરી તે અનસારી કહેવાય છે.) બીજા સાથીએનાં હૃદય પણ ભેદાઈ રહ્યાં છે, પણ તેએ શ્રદ્દાને જોરે જેમતેમ ટકવા મથી રહ્યા છે. શ્રી ધનશ્યામદાસ બિરલા હૃદયની વ્યથા અને પ્રેમથી નીતરતા શબ્દમાં લખે છે: “ આ સમાચારથી હું હચમચી ગયે। છું. ધીમે ધીમે મને સમજાયું કે અંતે સૌ સારાં વાનાં થઈ રહેશે. મારી ખાતરી છે કે આપ આ અગ્નિ- પરીક્ષામાંથી પાર ઊતરશે. અને આ એકવીસ દિવસને અંતે કઈક ચમત્કારિક પરિવર્તને થાય તેાયે આપણને શી ખબર છે? આ શ્રહ્માની ભાષા છે. બુદ્ધિ પણ એમાં સૂર પૂરે છે. પણ ચિત્તને હજી શાંતિ વળતી નથી. મને આપની પાસે દોડી આવીને ત્યાં જ રહેવાનું ઘણું મન થઈ આવ્યું. પણ બીજાને ખાટા દાખલેા ન એસે એટલા માટે જ મે મનને રોકી રાખ્યું.” જમનાલાલજી તે આલમેાડાથી યરવડા કયારના દેાડી આવ્યા હોત; પણ વધુ વિચાર કરીને તેમણે ચિઠ્ઠી નાખી, તે અંતે રહી ગયા. પણ સૌથી વધારે ઉત્સાહ આપનારા સદેશા તેા મહિષ દાદાભાઈની પૌત્રીઓના છે. શ્રીમતી ગેાશીબહેન લખે છે : “ એટલે આપ અમારે સારુ ફરી વધસ્તંભે ચડી રહ્યા છે!! મારામાં તે એટલી શ્રદ્ધા છે કે આપ આ યજ્ઞમાંથી પાર ઊતરશે! તે આખા દેશને એક પગથિયું ચડાવશે. આવતાં ત્રણ અઠવાડિયાં અમારાં વિષમ વેદનામાં જવાનાં છે, તે તે અમે સહી લઈશું.” એમનાથી નાનાં ખુરશેદબહેન લખે છે: “ આપે આ પગલું લીધું એને વિષે હું ઈશ્વરનું રટણ કરું છું. અંતરમાં આનંદ સિવાય બીજી લાગણી નથી થતી. સત્યને જય જ થશે. ઈશ્વર આપણા ખેલી છે તે શ્રદ્ધા આપણું શસ્ત્ર છે.