એ અનેરુ અગ્નિહેાત્ર
- ૩૧
એણે આપની મારફતે એનેા પેગામ મેાકયેા છે. એની જ ઇચ્છા બળવાન છે. ” બીજા અનેક સંદેશાઓ હું આપી શકું એમ નથી. પણુ આટલા શૂરા સાથીએ હોવા છતાં જો માણસ નિરાશ થાય તે એ નાસ્તિકતા જ ગણાય. મા અને રામહેન જે દૃઢતા અને હિંમતથી પૂ. બા અને મીરાબહેન આ અગ્નિ- પ્રવેશની વાત સહી રહ્યાં છે એ વવવાને મારી પાસે શબ્દો હાત તા કેવું સરસ ! સમાચાર સાંભળીને તેમણે જે સદેશે! મેકલ્યા તેમાં બતાવેલી હિંમત અજબ ગૌરવશાળી છે: “ આજે જ ઉપવાસની ખબર મળી. મા મને જણાવવા કહે છે કે તે હેબતાઈ ગયાં છે તેનિયને ભૂલભરેલા માને છે. પણ તમે ક્યાં કેાઈનું સાંભળ્યું છે તે એમનું પણ સાંભળેા? તે તેમની હૃદયની પ્રાર્થના પાઠવે છે. હું દિગ્મૂઢ થઈ ગઈ છું. પણ ઈશ્વરી આદેશ છે એમ માનું છું અને એ રીતે દુ:ખમાં પણ રાચુ છું. હાર્દિક પ્રાર્થના.” નીચેનેા તારને જવાબ જ્યારે ગાંધીજીએ લખ્યા ત્યારે તેમની આખામાં હર્ષાશ્રુ આવ્યાં હતાં : “ ખાને કહેજો કે તેના પિતાએ એને માટે એવા સાથી શેાધી માર્યાં છે કે જેને વેઠી લેવામાં બીજી ડાઈ સ્ત્રી તેા ભાંગી જ પડત. એનેા મોંઘામૂલા પ્રેમ મારા હૃદયમાં અંકિત થયેલા છે. અંત સુધી એણે હિંમત રાખવી જોઈ એ. તમારે વાસ્તે તા મારે એ જ કહેવાનું કે ઈશ્વરે તમારા જેવી દીકરી મને આપી એ એની કૃપા છે. ઈશ્વરે મને આપેલા આ નવામાં નવા કામથી તમે સતત આનદ માણજો અને એમ કરીને તમારી બહાદુરી સિદ્ધ કરજો.” મિત્રાના સદેશા જે મિત્રાના પ્રેમને ગાંધીજી હમેશ ચાહે છે તે તેમના મતને પૂ આદરથી વિચાર કરે છે એમના સદેશાની વાત મારે જુદી કરવી જોઇ એ. ૧લી મેની રાતે બે વાગ્યે પહેલવહેલા તેમણે ગુરુદેવને, માલવિયાજીને અને નામદાર શાસ્ત્રીને પત્રા લખ્યા. શાયુક્ત અને પ્રેમપૂર્વક આપેલા ઠપકાને માલવિયાજને તાર તેા યારનેા છાપામાં પ્રસિદ્ધ થયા છે. માલવિયાને અનુરૂપ જ તે આખા તાર છે. તેમની નાદુરસ્ત તબિયતને કારણે આજે તે। એ યરવડા દેાડી નથી આવ્યા પણ જ્યારે આવશે ત્યારે, હું જાણું છું કે, ગયા વખતની જેમ આ વેળા પણુ, તે ગાંધીજીને ઉપવાસમાંથી રાકવાને