લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૪
 
૪૩૪
 

૪૩૪ E મહાદેવભાઈની ડાયરી તેને જણાયા વગર ન રહે કે ખાર્થે પ્રસન્નતાની પણ મણા નથી રહી. એ દ્વારા તે એમણે મારા જેવા અણસમજી સાથીએનાં શાક તે આંસુ પણ સૂકવ્યાં છે. એક છાપાવાળા ભાઈ એ પૂછ્યું, “ આપ ૮મીએ શાની આશા રાખેા છે?' તે તરત તેનેા જવાબ આવ્યે, તે દહાડે ૧૨ વાગ્યે મારી સ્વતંત્રતાની શરૂઆત થાય છે.” પૂછનાર ભાઈ એ વિચાયું કે આ ભારે જવાબ છે તે તે તેની તેાંધ લેવા જાય છે ત્યાં ગાંધીજી આગળ કહે, “ તમે ધારા છે તે સ્વાતંત્ર્ય નહીં, પણ તમારા જેવા છાપાના ખબરપત્રીએ તરથી સ્વત ંત્રતા કહું છું!” થેાડી વાર અટકયા પછી એ હાસ્ય જવા દઈ ગભીરભાવે કહ્યું, “ મારે માટે એટલું કહેવામાં આવે કે મેં કદી આસુરી આચરણ નથી કર્યું. તે મને સાષ થશે.” જમનાલાલનેા તાર આવ્યા કે ચિટ્ટો નાખીને નક્કી થયું છે કે મારે આલમેાડા રહેવું; તે વખતે સરાજિનીદેવી ગાંધીજી જોડે ચચી રહ્યાં હતાં કે કઠણ પ્રસંગ આવે ત્યારે તેમણે દાક્તરી સલાહ પર ધ્યાન દેવું જોઈ એ. જોરથી હસતાં હસતાં તેમણે તાર વાંચીને કહ્યું, “ જુએ, ડાહ્યો માણસ તે - તમારાથીય ડાહ્યો આ રહ્યો.” તરત સરાજિનીદેવીએ આ તારની ખબરનેા ઉપયાગ તેમની સામે કરતાં કહ્યું, “દીક ત્યારે, આપે ઉપવાસ કરવા કે કેમ એને માટે, ચાલેા આપણે ચિઠ્ઠી ઉપાડીએ.' જવાબ પશુ એટલી જ ઝડપથી મળ્યા, “ના ના, એમ નહીં; તમારે વધારે મારું માથું પકવવું કે નહીં એની ચિઠ્ઠી નાખીએ ! ’’ તા = fr - શિનવારે મેડા સાંજે ૫ વાગ્યે ખબર આવ્યા કે કાઈ હરિજન બાળક મળવા માગે છે. વખત તેા હતેા નહીં, પણ બિચારા છોકરા કેટલાય કલાકથી દરવાજે રાહ જોતા ખેડેલે અને તેને પાછા ધકેલવાની મારી હિંમત ન ચાલી. પાંચ માસ ઉપર એ આવેલા. તે વખતે તેણે ગાંધીજી પાસે શિષ્યવૃત્તિની માગણી કરેલી તે ગાંધીજી પાસેથી વચન મેળવેલું કે કૉલેજના પ્રિન્સિપાલનું પ્રમાણપત્ર લાવે તેા મદદ માટે વિચારીશ. આ દરમિયાન એ છેાકરાને ઘણી મુસીબતે વેઠવી પડેલી. હવે પરીક્ષા પસાર કરી પ્રિન્સિપાલનું પ્રમાણપત્ર લઈ તેણે મુલાકાતની માગણી કરી હતી. જેલમાં આવવા ચ'પલની જોડ ખરીદવા મુશ્કેલી વેકી તેણે પૈસા એકઠા કર્યા હતા. આ છેાકા કાણુ છે એ ગાંધીજીને યાદ નહીં રહેલું એટલે એમણે પુછ્યુ, “ આ કરે, આટલું માઠુ થયા છતાં અને મારી પાસે એક મિનિટની પણ ફુરસદ નથી એ જાણતાં છતાં, શા સારુ મુલાકાતની માગણી કરી હશે?” મે એમને સમજાવ્યું તે કહ્યું, “ એક મિનિટથી વધારે