લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૯
 
૪૫૯
 

એ અનેરુ અગ્નિહેાત્ર

માં. પ્રીવા જેએ વિલાયતથી પાછા ફરતી વખતે સ્વિટ્ઝરલેંડથી અમારી સાથે થયા હતા અને જેમણે હિંદુસ્તાન એ માસ આવીને અહીંની સ્થિતિનું યુરાપને દિગ્દર્શન કરાવ્યું હતું તેએ ઉપવાસ વિષે લખે છે : “ આપના વિચાર તેા હરધડીએ આવે છે. પણ કાણુ જાણે કેમ અમને ગયા વર્ષના સપ્ટેમ્બર માસમાં જે ધ્રાસકા પડ્યો હતા તેવા ધ્રાસકા પડચો નથી અને દુઃખ પણ નથી થતું. અમને બંનેને આશા અને વિશ્વાસ છે, અને દુ:ખ થાય છે છતાં હિ ંમત રાખીને ખેડાં છીએ અને પ્રસન્ન પણ રહીએ છીએ, કારણુ આપની એવી આજ્ઞા છે. . . . અહિંસામાં જ અમને આશાનાં કિરણ દેખાય છે, એ જ અમારા મત્ર છે, અને એતે માટે જ તમે આજે જીવનની બાજી માંડીને બેઠા છેા. હિંદુસ્તાન અહિંસા કદી કાઈ પણ સંજોગામાં ન છેડે એવી આશા રાખું છું. ' $ અમેરિકાને એક પત્ર બહુ વિચાર અને મધુર આગ્રહથી ભરેલે છે. એની દલીલ મનેરંજક છે, ઘડીક વાર બુદ્ધિને ભેાળવી નાખે એવી છે : “આપ ક્ષુલ્લક હેતુ અર્થે કશું કરે જ નહીં, આપને આપના કર્તવ્યનું ભાન છે એટલે જે કરે છે તે સમજીને જ કરતા હશેા. પણ આપ જશે! તે આપને દેશ ધણી વિનાના ઢાર જેવા થઈ પડશે, અને આપના જેવા નેતા એમને બીજો કચેા મળવાનેા છે? આપને એમ લાગે કે ઉપવાસ અનિવાર્ય છે અને શરીર ગાળીને આપને યશેાદેહ જ મૂકી જવા જોઈ એ તે। જુદી વાત છે. પણ મને એમ નથી લાગતું. હજી આપને રજા લેવાનેા સમય નથી થયેા. આજે તા પ્રજાએ બડેરી, મૂંગી અને આંધળી થઈ પડી છે. આપના જીવંત અવાજની જેટલી અસર થાય તેટલી આપના નિઃશબ્દ આત્માની નહીં થાય. હથિયાર ચળકતાં તેજીમાં ધારદાર હોય ત્યારે તેને ઊંચે મૂકવાં એ કાંઈ સહેલી વસ્તુ નથી. આપના જેવા ભલા આત્માની જગતમાં હજી જાણુ થવાની જરૂર છે, અને જાણ થયે જગત યાદ કરશે. આપનું કા હજી ઊભું છે, અને આપને જીવવું જોઈ એ એમ તે આપ પાતે પણ કહેા છેા. ગમે તેમ હા, હું આપની પ્રાર્થનામાં મારી પણ ભેળવીશ. કંઈ નહીં તે આપની વનદેરી લખાવવાને માટે એટલી એક રેશમની દોરી તે વધશે. હું અને મારા દેશવાસીએ જગતમાં જ્યાં જ્યાં પડચા હાય ત્યાંથી આપના કાર્ય તરફ ભક્તિભાવ દાખવતા રહેશું.'’ આ પાનાંએમાં આ મધુરા કાગળ ઉપર વિવેચન કરવું અસ્થાને છે. ગાંધીજીએ જે વૃત્તિથી ઉપવાસ કર્યો છે તે ગુજરાતી વાયકા જાણે છે. એમની પ્રત્તિમાં જીવનેચ્છા સાથે ઉદાસીનતા અને રહેલાં હતાં. હું