- ૧૦
મહાદેવભાઈની ડાયરી કાણુ, અને ગમે તેવા હેા છતાં મારી હસ્તી એવી અનિવાર્ય શી રીતે હાઈ શકે કે હું ન હેાઉ તેા દેશ રંડાઈ જાય એમ હું માનું? આ ભાવ ગાંધીજીને હરહમેશ રહ્યો છે, અને ઉપવાસ એ હથિયાર ઊંચા મૂકવા અરેાબર નહાતાં, ઉપવાસ તે શરીરરૂપી હથિયારને વધારે તેજસ્વી અને વધારે ધારદાર બનાવવાને માટે છે. આંધળી, મહેરી અને મૂંગી પ્રજાએ ની વાત જવા દઈ એ પણ આપણે ત્યાં જ કેટલાક દેખતા છતાં આંધળા અને કાન અને વાચા છતાં ગૂગા થઈ ને મેઠેલા આપણે નથી જોતા એ આંધળાને દેખતાં કરવાને અને સાંભળતાં કે ખેલતાં કરવાને બામ્બના ધડાકા જોઈ એ શું ? ઉપવાસમાં એના કરતાં વધારે માટે ધડાકા કરવાની અને પ્રકાશ પાડવાની શક્તિ નથી શું ? ન હોત તે આટલા હજારા માઇ લેાથી શા સારુ અનેક જણા જાણે સગાં ભાઈ બહેન અને જમાનાજૂના મિત્રા હોય એમ લખતાં હશે? એક અમેલી ભેટ k આવી રેશમી દેરી મેાકલનાર બીજી એક વ્યક્તિના ઉલ્લેખ કર્યો વિના ચાલે એમ નથી. એક જર્મન બહેન નિયમિત હિરજન 'વાંચે છે, અને હિરજનકાય'માં રસ લે છે એ સૌ કા જાણે છે. એવા દાનની નોંધ અગાઉ આ પત્રમાં લેવાઈ ગઈ છે. એ બહેનથી ઉપવાસ વખતે ન રહેવાયું એટલે એણે ગાંધીજીને તાર કરેલા, તેના જવાબમાં ગાંધીજીએ મીડી ટકાર કરીને લખેલું : “ તમારાથી ન જ રહેવાયું, કેમ ? પણ આ વેળા લાંખેા તાર કર્યા તેને માટે હું ચિડાવાને નથી. માત્ર દુઃખ એ છે કે ખાપડા હિજતા શું કહેશે ? તે કહેશે, જેને આ બહેન હિરજનસેવકામાંના એકની ઉપર જેટલેા પ્રેમ રાખે છે તેટલા પ્રેમ અમારા ઉપર શા સારુ નહી રાખતી હોય ? એ એમની ફરિયાદ સાચી નહીં કરે? હું એમને કહીશ કે હવે તમે સુધરશે. .. બહેને સુધારા તા કર્યાં પણ ધાર્યા કરતાંયે વધારે. ઉપવાસ દરમ્યાન એના કાગળાની ધારા ચાલતી. એણે એકાંતરા ઉપવાસ કર્યાં, જાગરણ કર્યાં, પ્રાર્થના કરી, અને ગાંધીજીને ભગવાનતે સાંપ્યા. એની પ્રા ના પણ કેવી ? ઈશ્વર. મારા હૃદયમાંથી તમામ મેલ દૂર કરેા કે જેવી આપતા વાળ વાંકા ન થાય.” જ્યારે કેટલાક ખ્રિસ્તીએ ગાંધીજીને લખે છે કે તમે ખ્રિસ્તી ન થાએ ત્યાં સુધી તમારા ઉપવાસ સફળ નથી થવાના, ત્યારે આ બહેન કહે છે કે, “ તમારા ઉપવાસને લીધે ઈશુના બલિદાનનું રહસ્ય હું વધારે સમજી શકી છું. ગયા ઇસ્ટરમાં મે આપને લખેલું કે બધું ઈશુને અણુ કરે. આપ આવી રીતે સર્વસ્વ અર્પણ કરશેા એમ મેં કદી ધાયુ ન