બાપુ: હા, એમાં પરસ્પર આદર અને પ્રામાણિકતા ગૃહીત છે. તા
જ મંદિર સાચું મદિર બને છે. એ જ પ્રમાણે હટેલામાં પણ સનાતની-
એને પેાતાને માટે અલગ ટેબલ રાખવું હાય તે! ભલે રાખે. આવું બધું
સૂચવવામાં હું એક વસ્તુ ગૃહીત કરીને ચાલું છું કે બહુમતી આપણા પક્ષમાં
છે. એમની જો બહુમતી હેાય તેા આપણે મિરામાં પગ ન મૂકીએ.
સમાધાને તે વિષે મે નવી જ દિષ્ટ શેાધી છે. સમાધાનની સૂચના
હમેશાં બળવાન તરફથી આવવી જોઈ એ. સત્ય જેના પક્ષમાં હોય તે જ
આવું સમાધાન કરી શકે.
શિંદે: : હા, એ તેા ક્ષમાના જેવું થયું, જે બળવાન જ કરી શકે છે.
બાપુ : આ સમાધાનથી તમારા,
કશી આંચ આવતી નથી. બીજાએના
પશુતા જ કહેવાય.
બીજા એક ભાજી સાથે :
મારા કે કેાઈના પણ સિદ્ધાંતને
સિદ્ધાંતને જે મૂળમાંથી કાપે એ
સ: અંતરાત્માના અવાજ એટલે શું?
બાપુ : અંતરાત્માનેા અવાજ એ ઈશ્વરનેા અવાજ છે. એ આપણ્ણા
અવાજ નથી. એ અવાજ ઈશ્વરને હોય કે સેતાનનેા પણ હોય. આપણી
મારફત ઈશ્વર મેલે તેમ કરવા માટે આપણે યમનિયમનું ખરાખર
પાલન કરવું જેઈ એ. કરાડ માણસ અંતરાત્માના અવાજને દાવા કરે
પણ સાચેા અંતરાત્માને અવાજ એકને જ હાય. એની સાબિતી આપી
શકાય એમ નથી. પણ એની અસર પડી શકે છે. અતરાત્માના અવાજ
એ આપણી બહારનું બળ છે પણ એ બાહ્ય બળ નથી. આપણી બહારનું
એટલે આપણા અહંકારથી બહારનું બળ છે. અહંકાર જ્યારે તેા હાય
છે ત્યારે એના ઉપર એ બળ કામ કરે છે, સત્ અને અસત્. જ્યારે
આપણે સત્ બળની સાથે તદાકાર થઈએ છીએ ત્યારે ગૂઢ ભાષામાં એમ
કહેવાય કે ઈશ્વર આપણી મારફત ખેલી રહ્યો છે. આપણે સત્ સાથે
એટલા તરૂપ થઈ જઈ એ છીએ કે આપણું અહીં શૂન્ય થઈ જાય છે.
સ : અતરાત્માને અવાજ મળ્યાનેા દાવે। માણસ કારે કરી શકે?
બાપુ : તે તે। એ માણસ ઉપર આધાર રાખે. એને જ્યારે અનુભવ
થાય કે તે પાતે કામ નથી કરતા ત્યારે તે એમ કહી શકે. ધારા કે હું
અંતરાત્માના અવાજ સાંભળવાનેા હમેશાં પ્રયત્ન કરું. હંમેશાં ઈશ્વરને
વીનવું કે તું મારી મારફત કામ કર અને મને શૂન્ય કરી નાખ તે
એવી પળ આવે જ્યારે મને લાગે, કે ઇશ્વર મને સાંભળાવી રહ્યો છે. તે
૩-૪
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૯
દેખાવ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
અંતરાત્માનો અવાજ એટલે?