પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હરિજનોની આર્થિક સ્થિતિ થવાની છે. કારણ એ લડતમાં સનાતનીઓ પોતાનું તમામ બળ અજમાવવાના છે. અસ્પૃશ્યતા આજે જેવી પળાય છે તેના ઉપર ભાર મૂકતાં કહ્યું : કાઈ ને કાઈ રૂ૫માં તો દરેક માણસ અસ્પૃશ્યતાનું પાલન કરે છે. હું તો એટલે સુધી કહું છું કે અસ્વચ્છ થયેલા માણસ પૂરેપૂરા સ્વચ્છ થયા વિના બીજાને અડવાનો આગ્રહ કરે તો એમાં જંગલીપણું છે. પૂનાના અસ્પૃશ્ય વિદ્યાથીએાની મુલાકાત. એમણે અસ્પૃશ્યતાનિવારણ સંધને કરેલી અરજી. એમાં જણાવ્યું છે કે હિંદની સરેરાશ રૂ––રૂ રૂ આવક જો બહુ ઓછી છે તે અસ્પૃસ્યાની તો કશી જ નથી. e બાપુ : આ વાત અનુભવસિદ્ધ નથી. સ્પૃસ્યો તો કેટલાયે નિષ્કિચન છે, ભૂખે મરતા છે; જ્યારે અસ્પૃશ્ય એાછા ભૂખે મરતા છે. બંગાળના નામથક લી, મલબારના થિયા લે, અથવા મુંબઈના ભંગીઓ લે. તેઓ સ્પા કરતાં ઘણું સુખી છે. ભંગીઓમાં પુરુષ, સ્ત્રી અને છોકરાં બધાં કમાય. આવા તો બીજા પણ ઘણા દાખલા હું આપી શકું. વણકરો કયાં ભૂખે મરે છે? ચમારની સ્થિતિ તો ઘણી સારી હોય છે. હવે ઊલટા દાખલા લો. ઊડિયા લે. હાડ ને ચામ હોય છે. પણ એ લોકો ચમારનું કે ભંગીનું કામ નહી કરે. ભૂખે મરી જશે એ વાત હા, પણ જે કામ તેમણે કર્યું નથી તેને હાથ નë અડાડે. તમે બધા અસ્પૃસ્યાની આવક ભેગી કરી સરેરાશ કાઢશો તો પૃચ્ચેની આવકની સરેરાશ કરતાં ઓછી નહી આવે. વિદ્યાર્થી ભાળે : પણ અસ્પૃશ્ય તો ગુલામી કરે છે, મજૂરી કરે છે. બાપુ: હું જાણું છું કે તમે હોશિયાર વિદ્યાથીઓ છે. એક ગામડું પકડીને તેના બધા આંકડા કાઢો. મને વખત હાત અને હું છટા હોત તો હું તો ગુજરાતનાં ગામડાં લઈ એની આર્થિક તપાસ કરત. પણ તમે ઠક્કરબાપાને પૂછે. ટુકકરબાપા : મારી ઉપર જે છાપ પડી છે તે આ જુવાન મિત્રાના જેવી જ છે. પણ મારી પાસે હકીકતો અને આંકડા નથી. - બાપુ : તમારી એવી છાપ હશે. પણ હું તો મારી આંખ ઉઘાડી રાખીને હરિજના વચ્ચે ફર્યો છું. તમારી વાતની સાબિતી માટે પૂરતા પુરાવા પાસે હાયા વિના આવું સર્વસામાન્ય કથન કરવું ઠીક નથી એમ મને લાગે છે.