લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
 
૭૭
 

ગુપ્તતાથી લડત ચાલતી દેખાય એ ભ્રમ અને માયાજાળ Li કેમ હોઈ શકે ? સત્યાગ્રહમાં આપણી પૂરી શક્તિથી આપણું સત્ય આપણે વ્યક્ત કરવાનું હોય છે. જ્યારે ગુપ્તતામાં તે બાયલાપણું અને અસત્ય છે. છતાં હું જોઉં છું કે સત્યાગ્રહને નામે જ પાર વિનાની ગુપ્તતા ચાલી રહી છે. મારે નામે બધાને કહેજો કે તમામ પ્રકારની ગુપ્તતા એ પાપ છે. ગુપ્તતા વિના લડત ન ચાલી શકે એમ હેય તેા ભલે એ તૂટી પડે. એટલુ તે સમજી જ લે કે ગુપ્તતાને લીધે લડત ચાલતી દેખાય તે। એ ભ્રમ અને માયાજાળ છે. ભય અને અવિશ્વાસ એ ગુપ્તતાનાં જોડકાં બાળકા છે. અને દેશમાં એનું વાતાવરણ જામી ગયું હોય ત્યાં સ્વચ્છ જીવન અશકચ થઈ જાય છે. એ શાપને આપણી વચ્ચેથી હાંકી કાઢવા જોઈ એ. જે કરા તે ખુલ્લેખુલ્લુ, ધેાળે દહાડે કરવું જોઈ એ. તમે શું છે, કયાં છે અને શું કરી રહ્યા છે એ બરાબર જાણેા. પૈસાની અથવા બીજી છૂપી મદદની છૂપી પાવતીએ ન અપાય. પૈસા વિના, કાઈ પણ જાતની છૂપી મદદ વિના લડત ચાલી શકે, પણ સત્ય વિના અને હિંમત વિના ન ચાલી શકે. આ ગુપ્તતાને લીધે જ ફતવારાજ (ઑર્ડિનન્સરાજ ) શકચ બન્યું છે, તમે ગુપ્તતા છેાડી દેશે એ જ ઘડીએ એના તવાએ કાડીની પણ કિંમતના નહીં રહે. પણ એના ફતવા હો કે ન હા, સત્યની ખાતર આ પાપને આપણામાંથી કાઢો. હું જાણું છું તે પ્રમાણે આ જ સત્યાગ્રહને નિયમ છે. આ સંબંધમાં એક વાત છ મહિના થયાં હું કહેતા આવ્યા છું તે ફરી કહું છું. આપણાથી એક પણ વસ્તુ ખાનગી થઈ જ શકે નહી. ’૩૦માં મે કહેલું કે ‘નવજીવન’ ખાનગી નીકળે છે એ ગમતું નથી, પણ એ મે નભાવી લીધેલું, જોકે મારે નભાવી નડ્ડાતું લેવું જોઈતું. આમાં કાંઈ પાપ છે એમ નહીં પણ આપણી લડાઈમાં એમ ન થાય. અહીં પણ આ વર્ષે હું વ્યાકુળ- ચિત્ત થવા લાગ્યા છું અને જેને પ્રસંગ મળ્યા છે તેને કહું છું કે આ લડત અત્યંત છૂપી છૂપી ચાલે છે એ ખરેાબર જ નથી. આ છૂપામાંથી વહેલામાં વહેલું નીકળી જવાય એ આપણે સારુ સારું છે. આ લડત પૈસાથી ન ચાલે એવી છે. આજે જે તમને લાગે છે કે લેાકેા નિર્માલ્ય થઈ ગયા છે, ડરી ગયા છે. તે લાગણી પણુ પાપણાના મેાજાને લીધે છે. એટલે એ બેજો કાઢી નાખજો, દક્ષિણ આફ્રિકામાં છૂપાપણું હતું જ નહીં. આ વાત પણ તમે બધાની આગળ જાહેર રીતે કરો. સરકારને કાને એ ભલે જાય. કારણ આમાં હું તેા સરકારને મહ્દ કરી રહ્યો છું, એને નુકસાન નથી કરતા. પુ॰: પાટીલે તમારું નામ વાપર્યું નથી. બુલેટિન તે। ખુલ્લી રીતે ન ચલાવાય, બાકી જે રીતે ચાલે છે તે રીત છૂપી ન કહેવાય, કારણ મુદ્રક અને પ્રકાશકનાં નામ હોય છે.