પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

१५-४-'३२ આજે સવારે બાપુએ . . .ને કાગળ લખાવ્યો. મારી થોડી ગેરસમજ હતી. . . . તો કહે છે કે, " જેલનો ખોરાકને પોતે મધુકરી માનવાને તૈયાર છે, પણ મને તો મધુકરી માગતાં શરમ આવે છે, એ ખાતર મેં અન્ન છોડ્યું છે ! અને બહાર નીકળ્યા પછી માગતાં શરમ આવશે, એમ લાગે છે એટલે અહીં પણ મારે ફળાહાર કરવો જોઈએ !" આ ‘બાલની ખાલ” તો મે કલ્પી જ નહોતી. સત્યાગ્રહ કેવાં ભીષણ સ્વરૂપ લેશે એનો આ એક નમૂનો છે. આ રહ્યો . . .ને લખાવેલો કાગળ :

" ભાઈ ..

તુમ્હારે બારેમેં બહુત સોચા, રાતકો ભી ખયાલ કિયા, હમ તીનોંને મિલકર ભી ચર્ચા કી. પરિણામ યહી આયા હૈ કિ હમ નિશ્ચયસે માનતે હૈ કિ જિસકો તુમને ધર્મ માના હૈ વહ ધમ નહીં પરંતુ અધર્મ હૈ. સત્યાગ્રહ ચલતે હુએ જિસકા સંબંધ સત્યાગ્રહકે સાથ હોનેકા સંભવ રહતા હૈ ઉસ બારેમેં કોઈ ભી સત્યાગ્રહી બગૈર સભાપતિકી સંમતિ કછ વ્રત લે હી નહીં સકતા. તુમ્હારે વ્રતકા અર્થ જો તુમને કિયા હૈ વહ અનર્થ હૈ. જેલમેં મધુકરીકા કુછ અર્થ રહતા નહીં હૈ. જેલ ખત્મ હોને કે બાદ મધુકરીકે લિયે ઘૂમનેમેં શર્મ હોગી યા નહીં હોગી ઉસકા નિશ્ચય આજ કરનેકા તુમ્હેં અધિકાર નહીં હૈ. બાહર નિકલનેકે વકત દિલ કૈસા રહેગા ઉસકા આજ નિશ્ચય કરના ઈશ્વર જૈસા હોનેકા દાવા કરને જૈસી બાત હુઈ. હમ તીનોં માનતે હૈં કિ જો કુછ ભી ‘ક’ વર્ગકા ખાના મિલતા હૈ વહી ઈશ્ચરાર્પણ બુદ્ધિસે ખાના તુમ્હારા કર્તવ્ય હૈ. સંન્યાસ ધર્મ ભી વહી બતાતા હૈ.

“અબ રહી બાત કપડોંકી. જેલમે ખદ્દ્રર હી પહનનેકા આગ્રહ કરના કિસી તરહ યોગ્ય નહીં કહા જા સકતા. ઇસ બારેમે' હરેક સત્યાગ્રહી કૈદીકા ધર્મ હૈ કિ જબ તક મહાસભા ઇસ બારેમે નિર્ણય ન કરે તબ તક જેલમેં ખદ્દર પહનનેકા આગ્રહ ન રખા જાય. ઔર ઇસ બારેમે ભી સ્વાવલંબનકા તુમ્હારા વ્રત હૈ ઉસમેં કોઈ હાનિ નહીં આતી. મેરી ઈસ લિયે પ્રાર્થના હૈ કિ ઉપવાસ છોડ દો ઔર ભૂલકા સ્વીકાર કરો. ઔર ખાના શુરૂ કર દો. ઉપવાસકે કારણ એક દિન દૂધ હી લેકર યા તો ફલ લેકર રહના અચ્છા હોગા. યહ તો કેવલ વૈદકીય દૃષ્ટિસે લિખતા હૂં. મેરી ઉમ્મિદ હૈ કિ હમ સબને તટસ્થતાસે જે અભિપ્રાય દિયા હૈ ઉસકે અનુકુલ કરોગે.

બાપુકે આશીર્વાદ”
 
૯૮