પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માટે મધુકરીનું વ્રત લીધું. અને એ કરવાની હિંમત ન ચાલી એટલે એમાં ફળાહારનું રાખ્યું. મેં કહ્યું : “ એટલે તમે સમાધાન કર્યું. તેમ અહીં પણ અમે આપીએ એ મધુકરી લો - એને ભલે તમે સમાધાન કહો. જગતમાં સત્યાગ્રહની હાંસી થશે, બાપુને તમારા હઠાગ્રહથી આઘાત પહોંચશે. ગમે તેમ પણ બાપુના જેવા અનુભવી સત્યાગ્રહીની નિઃસ્વાર્થ સલાહ છે કે તમારી આ ભૂલ છે એટલે તમારે તેને તાબે થવું ઘટે.” આખરે એણે માન્યું, હું મધ, લીંબુ અને પાણી લઈને ગયો અને પાઈ આવ્યો. લંગોટ જ પહેરી રાખ્યો હતો તેને બદલે કપડાં પહેર્યા. અને બાપુના શબ્દમાં : “. . . આખરે લાજ રાખી. તમે ગયા અને એણે ન માન્યું હોત તો બહુ ખરાબ લાગત. આ લોકોની આગળ આપણી પ્રતિષ્ઠાી જાત. હવે પ્રતિષ્ઠા જળવાઈ. ”

' વેપારી પ્રતીકની હરીફાઈ' જેની ઉપર બાપુ, વલ્લભભાઈ અને મે બુદ્ધિ અને સમય ખર્ચ્યાં હતાં, તેમાં અમારે માટે એકે ઇનામ ન આવ્યું : વલ્લભભાઈ હસતાં હસતાં કહે : “ કમનસીબ ગણાયા અને સાથે બેવકૂફ બન્યા.” પૂછડીઓની એવી હરીફાઈ માટે મહેનત કરતા હતા તે વિષે બાપુ કહે : “ એમાં બુદ્ધિ એકલીનું કામ નથી. કિસ્મત સારી રીતે અંદર રહેલું છે, એટલા કિસ્મતના ઉપર આપણાથી પૈસા ન ખર્ચાય, ન વખત ખર્ચાય.”

* **

" . . ની વાત ઉપરથી જે નિર્મળ મહારાષ્ટ્રી સેવકે આપણને મળ્યા છે તેની વાત નીકળી. એમાં દેવ, દાસ્તાને પ્રથમ પંક્તિના ગણાય એમ બાપુએ કહ્યું. વિનોબા, કાકાને મહારાષ્ટ્રી કોણ કહે ? પછી કાકા વિષે બાપુએ કેટલાક સ્મરણીય ઉદ્ગાર કાઢ્યા : “કાકાનો અનુભવ જેવો મને ગયે વખતે જેલમાં થયો તે અગાઉ કોઈ વાર થયો નહોતો. કાકામાં મહારાષ્ટ્રીયતા રહી જ નથી. કાકાની અપાર મૃદુતા તો હું જેલ બહાર ભાગ્યે જ જોવા પામત. તમે કાકાને કોઈ વાર રોતા કલ્પી શકો છો ? મેં એને દડ દડ આંસુ પાડતા જોયા. અનેક પ્રસંગે અમારે વાદવિવાદ થાય, કાકા મને કહે : “મારામાં અનેક કુટેવ છે, એ બધી તમે જેમ જેમ જોતા જાઓ તેમ તેમ નિર્દય થઈને મને કહેવાની છે અને સુધારવાની છે.” મેં કહેલું : “ આ તમે મારામાં જે વિશ્વાસ મૂકો છો તેને હું પૂરેપૂરો ઉપયોગ કરવાનો છું.’ અને આનો અમલ કરીને કોક વાર મારી સખ્ત ટીકા થાય ત્યારે પોતાની ભૂલ કબૂલ કરીને કાકા આંસુ પાડે. સત્યાગ્રહના સિદ્ધાંતો તો કાકા ઘૂંટીને પી ગયા છે. માત્ર તેમના સ્વભાવમાં રહેલી કેટલીક

૧૦ ૦