પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વિદાય થયાં. બાપુએ મોટાં ગંગાબહેનને કાગળ લખ્યા તેમાં લખ્યું : ગંગાબહેને જીવીને આશ્રમને શોભાવ્યું અને મરીને આશ્રમને શોભાવ્યું, એમ આપણે કહી શકીએ.” આશ્રમમાં તાર કર્યો : "We were all touched learn Gangaben's death. Am happy that she lived well and died well with faith everlasting. No wonder Totaramji is happy."

    • ગંગાબહેનના મરણના સમાચાર જાણી અમને બધાને લાગણી થઈ આવી. અમર શ્રદ્ધા સાથે એમણે જીવી જાણ્યું અને મરી જાણ્યું, એના મને આનંદ છે. તાતારામજી આનંદમાં છે તેમાં નવાઈ નથી.”

ખબર આવી ત્યારે બાપુ કહે : “ જુઓ આ નિરક્ષર બાઈ ! કેવું એનું મૃત્યુ ! બંનેએ આશ્રમને શોભાવ્યું. તાતારામજી ગિરમીટિયા, ત્યાં ફીજીના કાઈ ગિરમીટિયાની દીકરીને પરણેલ હશે, એટલે બને ગિરમીટિયાં કહેવાય; પણ બંનેએ કેવું જીવન ગાળ્યું ?” ગંગાબહેન જેવું મૃત્યુ આપણને સને આ. કશું ભાગ્યમાં ન હોય તાપણ અંતની ઘડીએ આશ્રમમાં હાઈ એ અને ગંગાબડેનની જેમ રામનામ લેતાં પ્રાણ નીકળે તો કેવું સારું, એમ થાય છે. પણ અ'તે મુખમાંથી રામનામ નીકળવાને માટે અને મરતી વખતે હરખાવાને માટે જિંદગી પણ તેવી હોવી જોઈ એ ના ? એ કયાંથી લાવવી ? મેટાં ગંગાબહેનને જેલમાં કાંઈક ચકમક ઝરી લાગે છે. રામદાસને જેવા કાગળ લખેલે તેવા જ એમને કાલે લખ્યો હતો. આજે સરોજિનીને આવ્યા. તેમાં એણે ફરિયાદ કરી ‘‘ગંગાબહેન શાક લેવા નથી દેતાં, કેટલાકની ઇરછા હોય તોપણ નથી લેવા દેતાં. આપણે સત્યાગ્રહી તરીકે દુ:ખ વેઠવા આવ્યાં છીએ અને જ્યાં સુધી અસ્વચ્છ ન હોય ત્યાં સુધી તે શાક લેવું જોઈ એ.” વગેરે. બાપુએ કાગળ લખી ગંગાબહેનને ધર્મ સમજાવ્યા : “ આપણે ધર્મા સમજાવી જાઉં'. જેની સંખ્ત મજૂરી છે એણે તો જે મજૂરી સોંપવામાં આવે તે પ્રફુલ્લિત ચિત્તથી કરવી જોઈએ. એ કામ ન આવડે અને કોઈને શીખવવા મોકલે તો શીખી લેવું જોઈએ. ગુના કરીને આવેલી બહેનના કરતાં આપણાં શરીર કામ કરે તે વધારે કામ કરીએ. એમાં આપણું સારાપણું છે અને એમાં સત્યાગ્રહની શોભા છે. વણવાનું કામ તમને આવડે છે. મને તો લાગે છે કે બીજી બહેનોને શીખવીને આપણે સારી રીતે ચલાવી દેવું જોઈ એ. એટલું પણ આપણે સમજી લેવું જોઈ એ કે જેલમાં જે ઉત્પન્ન થાય છે ૧૩૮ Gandhi Heritage Portal