પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તે દેશની મિલકત છે, જે વપરાય છે તે દેશનું વપરાય છે, પછી ભલે તે ગમે તેને હાથે વપરાતું હોય. તેથી જે કાંઈ ઉતપન્ન થઈ શકે તે કરવામાં આપણે આનદ માનીએ. અને ભાજી ન ખાવાના એકસંપ થયેલ હોય તો એ સુધારી લેવા જોઈએ.” અહીંનાં બિલાડીનાં બચ્ચાં હવે અતિશય હળી ગયાં છે. પ્રાર્થના વખતે બાપુના ખેાળામાં બેસે, અમારી સાથે ગમ્મત કરે, અને ખાવા ટાણે તો કીકાકીક કરી મૂકે. ઘણી વાર બાપુના પગ આગળ વીંટળાય. વલ્લભભાઈ એને ખીજવે, તારની જાળીની નીચે એને ગાંધી આનંદ મેળવે. આજે એક બચ્ચું બહુ ગભરાયું. આખરે એ જાળીને માથું મારતું મારતું એટલાના છેડા સુધી લઈ ગયું અને ત્યાંથી બહાર નીકળ્યું. આ એણે પોતાની બુદ્ધિ વાપરી. બિચારું ગભરાયેલું હતું, ધીમે ધીમે ચાલતું હતું. બાપુને દયા આવી ગઈ. પછી દૂર જઈને એણે શૌચ કરવાની તૈયારી કરી. જમીન ખેદી, શૌચ કરી એને ઢાંકી. ત્યાં માટી બહુ નહોતી એટલે બીજે ગયું, ત્યાં એ જ ક્રિયા સંતોષપૂર્વક કરી અને બીજાં બચ્ચાંએ એને ઢાંકવામાં મદદ કરી ! બાપુ કહે : “ આ સુરચાં ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવી જોઈએ.” મીરાબહેનને કાગળ લખ્યો તેમાં પણ આનો નિર્દેશ કરવાની તક લીધી : “What I said about my being a hindrance is perfectly true. I may help to start the thing but not being able to live up to it must hinder further progress. The ideal of voluntary poverty is most attractive. We have made some progress but my utter inability to realize it fully in my own life has made it difficult at the Asharm for the others to do much. They have the will but no finished object lesson. We have two delightful kittens. They learn their lessons from the mute conduct of their mother who never has them out of her sight. Practice is the thing. And just now I fail so helplessly in so many things. But it is no use mourning over the inevitable." “ અંતરાયરૂપ થઈ પડું છું એમ મેં કહ્યું છે એ સાવ સાચું છે. એકાદ પ્રવૃત્તિ શરૂ કરવામાં હું મદદરૂપ થાઉં, પણ એ પ્રમાણે હું પોતે જ ન વતી શકું તે આગળની પ્રગતિ અટકે જ. છાપૂર્વકની ગરીબાઈનો આદર્શ બહુ જ આકર્ષક છે. આપણે એમાં કાંઈક પ્રગતિ પણ કરી છે. પરંતુ મારી પોતાની બાબતમાં એનો પૂર્ણતાએ અમલ કરવાની મારી ભારે ૧૩૯ Gandhi Heritage Portal