પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મદદથી કરીએ. ખરું જોતાં એ મદદ પણ ચરિકચિત જ હોય. ખરી મદદ તપશ્ચર્યાથી થતા અનુભવમાંથી જ મળી રહે છે. આયુર્વેદમાં ઔષધિના અનેક ગુણો વર્ણવ્યા છે. માર્ગ સૂચવવાને સારુ તે ઔષધિઓ અને તેના ગુણો આપણે જાણીએ એ ઠીક છે. પણ અનુભવની કસેટીએ એ ઔષધિ ન ચઢી શકે તે આપણું જ્ઞાન નિરર્થક છે, એટલું જ નહીં પણ ભારરૂપ થઈ પડે. બરાબર એ જ રીતે જિંદગીના ઝીણા પ્રશ્નો આપણે ઉકેલવાની રહ્યા છે. હજુ આ વિષે પૂછવાપણું કાંઈ હોય તો પૂછજો.” બીજી એક બહેને પૂછયું: “ આત્મા અમર છે, એ તે આપ માનો છે. ત્યારે એક સ્નેહલગ્નમાં વિધવા થયા પછી ચાંલ્લે કેમ ન કરી શકાય? ” એનો જવાબ બાપુએ આપ્યા : * મારી દૃષ્ટિએ તે જેમ વિધુર, પનીના દેહાંત પછી વિધુર હોવાનાં કાંઈ પણ ચિહ્ન શરીર ઉપર રાખતા નથી તેમ વિધવાએ પણ એક પણ બાહ્ય ચિહન રાખવાની કશી આવ શ્યકતા નથી. આત્મા અમર છે એ દૃષ્ટિએ જે બહેને વિચાર કર્યો છે, એ દષ્ટિ તો બરાબર છે પણ ઊંચી કહેવાય. હું તો કેવળ ન્યાયની દૃષ્ટિએ વિચારું છું તેાયે હદયમાંથી જવાબ નીકળે છે કે વિધવા પોતાનું વૈધવ્ય નિર તર જાળવવાને ઈ છે તાપણું તેને બાહ્ય ચિલ રાખવાની કશી જરૂર નથી. e આ ઉપર મેં કહ્યું : “ પણ એ બાપડીને ક્યાં ખબર છે કે આપ તે સધવાની પાસે પણ એ માગણી કરી છે કે ચાંલ્લે ન કરે અને બંગડી ન પહેરે ? ” - બાપુ કહે : “ તમે કહો તો લખું. પણ વાત એ છે કે આપણે તો ન્યાયની જ વાત કરવી રહી. જ્યાં સુધી સધવા જગત આખું ચાંલે કરે છે અને બંગડી પહેરે છે ત્યાં સુધી શી રીતે વિધવાની આગળ એ આદર્શ સ્થિતિ સ્ કું ? બાને સમજાવી સમજાવીને થાક્યો પણ બાએ માર્યું નહીં. વિધવાઓએ ન પરણવું જોઈએ એવા દઢ વિચારનો એક વાર હું હતા, અને તે વેળા એમ જ કહેતા કે વિધુરાએ પણ ન પરણવું જોઈએ. પણ પછી મેં જોયું કે વિધુરાએ ન પરણવું એ સ્થિતિ તો કદી આણી શકાય તેમ નથી. તો શુદ્ધ ન્યાયની વાત કરવી એ જ સારું છે કે વિધવા ઉપર શાશ્વત વૈધવ્યની ઝુંસરી ન હોઈ શકે.” A નટરાજનનો કાગળ આવ્યા. તેમણે બાપુની સૂચના વધાવી લીધી કે ચમકારનાં પ્રદર્શન કરવાં એ મૂર્ખાઈ છે : "I agree with you that exhibition of the kind you refer to, are repulsive and as they serve no useful purpose they should be discouraged by public opinion. They recall a ૧૪૭ Gandhi Heritage Portal