પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આજે ડાહ્યાભાઈ મળવા આવ્યા હતા. કહેતા હતા કે બહારના લોકો તો બધા એમ ધારે છે કે હવે સમાધાન થવાની ૨૪ - ૨૨ તૈયારી છે. સરકાર ગાંધીની સાથે મસલત ચલાવી રહી છે. બાપુ કહે : “ જ્યાં સુધી એ લોકો એટલું કહે છે કે ગાંધીની સાથે મસલત ચલાવી રહી છે એટલે સમાધાન થશે, ત્યાં સુધી ઠીક છે; અહીંની મસલત વિના કાંઈ ન થાય એટલે માને એટલી એમની ભલમનસાઈ. ” ( શાસ્ત્રીએ માલવિયા મેમોરિયલ વૅલ્યુમના “ હિંદુ 'માં ‘રિવ્યુ’ લીધા છે, તે બાપુ કહે વાંચી સંભળાવો. વાંચી સંભળાવ્યો. શાસ્ત્રીને તીખા તમતમતા ચકાઓ યાદ રાખવાની અને વખતે કવખતે સંભળાવવાની કટેવ છે. માલવિયાજી હિંદુઓના જેટલા મિત્ર છે તેટલા જ મુસલમાનના છે એમ કહીને સાથે ઉમેયું: જોકે એક મુસલમાન કહેતા હતા કે માલવિયાજીનું ખૂન થાય તે કશાય ખળભળાટ ન થાય.” આ મૂકવાનું શું પ્રોજન હશે ? છેવટે, બન્ને પ્રતિભાશાળી છતાં માલવિયાજી અને ગાંધીજી વચ્ચે મેળ અને ભાઈબંધી છે એમ લખ્યું છે અને જો મુદ્દો ? . . . ' આજે ‘ હિંદુ ’ના સીમલાના ખબરપત્રીએ સત્યમૂર્તિને ગાંધીજી ઉપર લખેલો કાગળ છાપ્યો છે. બાપુને તો એ હજી મળ્યો ૨૯--રૂ ૨ પણ નથી, ત્યાં એની નકલ સીમલાના ખબરપત્રીને મળી - પણ ગઈ. સત્યમૂતિ ને લાગે છે કે હારના ભાષણના જવાબમાં ગાંધીજીએ સુલેહની માગણી કરવી જોઈએ. બાપુ કહે : * દાંતે તરણું લઈને એના ચરણ સેવા એમ એ કહે છે એટલે એને નહીં સમજાતુ હોય ? આપણા માણસોને કંટાળો આવી ગયો હશે. જ્યારે મને એમ થાય છે કે જેમ લંબાય તેમ સારું કે જેથી જેટલું સાફ થવાનું હોય તેટલું સાફ થઈ જાય અને તે પછી જ આપણે છૂટીએ.” વલ્લભભાઈ એ બાપને એ સત્યકૃતિના લેખ વાંચવાને ‘હિંદુ’ આપ્યું. બાપુ કહે : “ વલ્લભભાઈ તમે ભૂલ્યો, તમે માને છે કે આ જ એક મેટામાં માટી ખબર છે. માટી ખબર તો ‘હિંદુ ’માં જોસેફનું કેરલના સનાતની ખ્રિસ્તીઓની પરિષદના પ્રમુખ તરીકેનું ભાષણ છે.” એમ કહીને એના રમૂજી પૅરેગ્રાફ વાંચી સંભળાવ્યા, ખાસ કરીને સરકારની ધર્મની બાબતમાં તટસ્થતાની નીતિ ઉપર ટીકા. સરકારના ભડકેલા રાજપુરુષોએ કૅનિંગના વખતથી ખ્રિસ્તી સત્તા તરીકે જ રાજ ચલાવવાનું રણ રાખ્યું હોત તો આજે બ્રિટનને ભાગવાને સમય ન આવ્યા હોત, ૪૦ ઈ. બાપુ કહે : “ આ ૧પપ . Gandhi Heritage Portal