પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

માણસ ગાંડ જ થઈ ગયો છે ને ! કટ્ટર ખ્રિસ્તીઓ પણ આમ નથી લખતા.” મુંબઈમાં ભયકર રમખાણો થયાના ખબર આવ્યા. વાંચી સીને બહુ ખેદ થયે. . . . આજની ટપાલમાં ૪પ કાગળા ? ૬-૧-'રૂર લખાયા. લેખને માટે આરઓના અદ્ભુત ત્યાગની એક સર ફિલિપ સિડનીના જેવી વાર્તા પસંદ કરી. રાજનીશી વિષે લખતાં લખે છે : ** રાજનીશીમાં જેટલું લખાય તેટલું લખવું. ગુહ્યતમ વિચારો પણ લખાય. આપણી પાસે પોતાનું છુપાવવાનું ક ઈ ન હોય. તેથી તે કોણ વાંચશે, તેની ફિકર ન કરીએ. તેથી જ બીજાના દોષો કે તેણે ખાનગી રાખવા કહેલી વાતો તેમાં ન લખાય. તે વાંચવાનો અધિકાર તેના મ ત્રી કે તેના મુખત્યારને હાય. પણ કાઈથી તે છાની રાખવાની ન હોય.' i ગીતા રાજ વાંચવી નીરસ લાગે છે, એમ ફરિયાદ કરનારને : “ ગીતાનું નિત્યવાચન નીરસ લાગે છે કેમ કે તેનું મનન નહીં થતું હોય. એ આપણને રાજ માર્ગ બતાવનારી માતા છે એમ સમજીને વાંચીએ તો તે નીરસ ન લાગે. દરરોજના વાચનની પછી એક મિનિટને સારુ તે વિચારી જવું. રાજ કઈક નવું મળશે. માત્ર સંપૂર્ણ મનુષ્યને તેમાંથી કંઈ નહીં મળે. પણ જે નિત્ય કઈ દોષમાં આવી જતો હોય તેને ઉગારનારી એ ગીતામાતા છે એમ સમજે તે રોજના વાચનથી ન થાકે.” e એક સવાલ પૂછનારને ટૂંકા ટૂંકા જવાબ આપ્યો : “ (૧) આચાર્ય વહ જો અપને આચારસે હમે સદાચારી બનાવે. (૨) સચ્ચા વ્યક્તિત્વ અપને કે શૂન્યવત બનાનેમેં હૈ. (૩) જીવનકા રહસ્ય નિકામ સેવા હું. (૪) સબસે ક ચા આદર્શ વહ હૈ કિ હમ વીતરાગ બને. - (૫) આંતર્બાહ્ય નિયમાંકા નિશ્ચય પ્રાય: ઋષિમુનિઓને અપને અનુભવસે કિયા હૈ. ઋષિ વહ જિસને આત્માનુભવ કિયા હૈ. (૬) કર્તવ્યકર્મો કે ત્યાગકે ગીતા સંન્યાસ કહતી હૈ. (૭) પુરુષ વહ જો અપને દેહ કા રાજ બનતા હૈ. (૮) સૌદય આંતરિક વસ્તુ હોનેસે ઉસકા પ્રત્યક્ષ દર્શન નહીં હો સકતા હૈ.” કુલચને વીસાપુરથી કાગળ આવ્યો. તેમાં જેલવાળાએાએ ૧૩ લીટી ટાઈપરાઈટરે છેકી નાખી હતી કે જેથી એ બિલકુલ જ વંચાય નહીં. તેને આપુએ લખ્યું : “ આના ખરખરે આપણે કરવાનું ન હોય. કેદી છીએ એટલે જેટલાં પાવળાં પાણી આપણને પીવા દે એટલાં પીએ. એવાગ્યે સમય હતો જ્યારે કેદીને ન કાગળ લખવા દેતા, ન વાંચવા દેતા, ન પૂ ૨ ૧૫૬ Gandhi Heritage Portal