પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આજે ડાહ્યાભાઈ મળવા આવ્યા હતા, પણ બાપુ મળવા ન ગયા. બાપુ કહે : “ સરકારનો જવાબ આવતાં ધારા કે મહિના લાગે. તો મારે મહિના સુધી મુલાકાત લીધાં કરવી? ના, આજથી બંધ કરવી જોઈએ.” વલ્લભભાઈ એ અને મેં’ આગ્રહ કર્યો, પણ અડગ રહ્યા. ખૂબી એ થઈ કે એ જ વેળા ઓફિસમાં સરકારના કાગળ આવ્યો કે મીરાબહેન રાજકીય કામમાં – સવિનયભંગની હિલચાલમાં ભાગ લે છે એટલે એ આશ્રમના અરાજકીય માણસામાં નથી આવી શકતાં. જેલર વલભભાઈને પાછા મૂકવા આવ્યા ત્યારે એ કાગળ બતાવવાને લાવ્યા. બાપુ કહે: ‘ત્યારે હું ન આવ્યો એ ડહાપણુ જ થયું ના ? એમ ભગવાને મને જિંદગીમાં ઘણી વાર બચાવી લીધો છે.' આજે બાપુની ડાબા હાથની કોણી ઉપર લાકડાનાં પાટિયાં બાંધવામાં આવ્યાં. ડોકટર બિચારો ડઝન વાર બેલ્યો હશે, તમને તકલીફ થાય તો કહેજો હાંકે, પણ બાપુ શાના બાલે? બાપુ કહે : ** આથી આરામ થવાના છે એમ તો નહીં કહી શકું , પણ ડોક્ટરો કહે છે તો અખતર કરી લેવા.” ડોકટર વાડિયા છે. દેશના ભિખારીઓની વાત નીકળી. ડોકટર કહે : “ સશક્ત માણસોને ભીખ માગતા બંધ કરવા જોઈએ, એમ તમે પણ માને છે કે ગાંધીજી?” બાપુ કહે : ** જરૂર.” ડોકટર કહે: ‘“ કાયદો કરે ખરા? ” બાપુ કહે : “ કાયદો જરૂર કરું, પણ મારા જેવાને ભીખ માંગવાની ટ રાખવાની હાંકે !” ડોક્ટર કહે : ** લો રેડિંગના અંદાજ છે કે આપણે રાજના ૧૬ લાખ રૂપિયા આ ભિખારીઓ ઉપર ખચ એ છીએ.—એટલે દાનમાં આપીએ છીએ. એને બીજો ઉપયોગ ન થાય ?” વહેલભભાઈ : “ હા, પણ એના કરતાંય વધારે ડેકોઈટ ઉપર ખર્ચીએ છીએ.” ડ્રાફ્ટર કહે: ‘‘હું સમજ નહીં.” વલ્લભભાઈ: “ અરે શું? મારા સાહેબ, વિલાયતથી આ બધા ધાડપાડ જ આવેલા છે ને ! એ કાંઈ ડેકેઈટ કરતાં સારા કહેવાય ? ” | મતાધિકાર કમિટીના રિપાટ ઉપર ત્રણચાર છાપાંમાં ટીકા આવેલી વાંચી, પણ અસ્પૃશ્યના જુદા મતદારમંડળ વિષે જેવી સચેટ ટીકા નટરાજને કરી છે તેવી બીજા કોઈ એ નથી કરી. મતદારમંડળની ભયંકરતા તો સાઈમન કમિશને પણ જોયેલી એમ કહીને એ લાંબો ઉતારો આપે છે અને સખત વિરોધ જાહેર કરે છે. ૨૦૩ Gandhi Heritage Portal