પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

લોડ અર્વિનનું ટોરાન્ટનું ભાષણ આખરે પૂરેપૂરું “ લીડર’માં આવ્યું. આખું વાંચતાં પોણો કલાક લાગ્યા. બાપુ કહે : “ એણે — —૨ ૨ કાઈને દુ:ખ લાગે તેવું ભાષણ નથી કર્યું. પણ હવે - શું કરીએ ? એકે સારા અંગ્રેજને એમ નથી સમજાતું કે બ્રિટિશરાજે આ દેશને દરિદ્રી કરી મૂકયો છે. અશોકના શબ્દો ટાંકીને એ આશા રાખે છે કે ભાવિ પ્રજા અશોકની જેમ બ્રિટિશને પણ દુવા દેશે. કયાં અશાક અને કયાં બ્રિટિશ રાજ ! કયાં કે શું અને કયાં ક સ ! ” - ભાષણ બહુ મહેનત કરીને તૈયાર કરેલું વિદ્વત્તાપૂર્ણ લાગ્યું. પણ અતિશય ઊડું અને ભયંકર જણાયું. કોગ્રેસ એ અનેક પક્ષેમાંના એક પક્ષ છે એ વાતને જન્મ આપનાર હું અવિનને લેખું છું, અને એ જ વસ્તુ એ આ લેખમાં પ્રગટ કરે છે. કોંગ્રેસે લઘુમતીઓના અનિવાર્ય હકેને ન સ્વીકાર્યા ! ગાંધી એક મહાન નેતા પણ હિંદુ નેતા ! હિંદુઓ પાસે એ ચાહે તેવા ત્યાગ કરાવી શકે, પણ હિંદુ સિવાય બીજા ન માને ! મુસલમાનો એક એવા પરદેશીઓ છે કે જેઓ દેશમાં હિંદુ ધર્મમાં સમાઈ ન ગયા. એવી એ ધર્મની જીવનશક્તિ છે. ઇત્યાદિ ઇત્યાદિ. અને બ્રિટિશાને માથે શાંતિ અને વ્યવસ્થા સ્થાપવાનું કામ આવી પડયું ! આજના “ ટાઈમ્સ'માં મુંબઈનાં રમખાણો હજી ચાલુ છે એવા ખબર છે. “દીક્ષિત’ને પકડવામાં એ લોકો શરાતન ૭-૬-'૩ ૨ માને છે. પણ આ ‘ રમખાણ' કોણ ચલાવે છે એ શેાધવાની જરૂર નથી જણાતી. કારણ કે એ લોકો જાણે છે કે એ કાણુ ચલાવે છે. - સર હેનરી લોરેન્સ અને હોટસનનાં ‘મુંબઈ ખાણા’ પ્રસંગે અપાયેલાં ભાષણો આવ્યાં છે. લોરેન્સે કૅનેડામાં કેવું ઝેર ફેલાવ્યું હશે એનો પુરાવા ભાષણમાં મળે છે. "He was prepared to hand Mr. Gandhi the halo of a Saint for his conduct at that time; but he would ask them to judge whether if a man was saint at one time he was necessarily a saint for all time. That reputation of sanctity had been of wonderful values to him in his subsequent manoeures.” એ વખતના ગાંધીના વર્તન ઉપરથી હું એમને સંતનું પદ આપવા તૈયાર હતો, પણ જે એક વાર સંત હોય છે તે કાયમ સંત જ રહે છે કે કેમ એને નિર્ણય કરવાનું હું તમને સાંપુ છું. એના પાછળના કાવાદાવામાં સંતપણાની આબરૂ એને બહુ અજબ ખપમાં લાગી છે.' २०६

Gandhi Heritage Portal

૨૦૬