પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાખજે. આપણે સૌ, આ અમૂલ્ય પ્રસંગ મેળવ્યા છે તેના આપણને સુ તે પ્રમાણે સદુપયોગ કરી લઈ એ. અને સારામાં સારો ઉપગ આંતર વિચાર કરવાની શક્તિ કેળવવામાં છે. ઘણી વખત આપણે વિચારશન્ય રહીએ છીએ અને તેથી કેવળ વાંચવું જ ગમે છે અથવા તો વાર્તાલાપ. આપણામાંના કેટલાક વિચાર કરે છે પણ તે હવાઈ કિલ્લા ચણવાના. ખરું જોતાં વાંચવા વગેરેની જેમ કળા છે તેમ વિચારવાની પણ કળા છે. ધારેલે વખતે જ અને ધાર્યો વિચાર આવે, નકામાં પુસ્તક જેમ ન વાંચીએ તેમ નકામા વિચાર ન વિચારીએ. આમ કરવાથી જે શક્તિ ઉત્પન્ન થાય છે અને જે શક્તિના સંગ્રહ થાય છે એનું માપ કાઢી શકાય તેમ નથી. એ પ્રમાણે વિચાર કરતાં શીખવાનો આ સુંદર સમય છે એમ મેં દરેક કેદ વખતે અનુભવ્યું છે. એટલે તમને બધાયને મારી સલાહ છે કે બંધાય ઊંડા ઊતરીને વિચાર કરવાની કળા સાધી લેજે અને તેમ કરશે તો મને પૂછવાપણું બહુ નહીં રહે. પણ આને કેાઈ અવળો અર્થ ન કરે. મને પૂછવાની હું બંધી નથી કરતો, પણ પરાવલંબીપણું ટાળવા માગુ છું. બાકી તો હું બેઠો છું, અને જેને વિષે મેં બીજા કરતાં વધારે વિચાર કર્યો હોય અથવા અનુભવ લીધા હોય એમાંથી જે લાભ મળી શકતો હોય તે મેળવી લેવાને તમને અધિકાર છે, અને તમારા ધર્મ પણ છે.”

  • લીડર માં એ સરસ લેખ હતા. એક નવા ‘પાયોનિયર’ની માલિકી ઉપર અને બીજે કાશ્મીરનાં અલગ મતમંડળ ઉપર. * પાયોનિયર 'માં તો જાણે અંગ્રેજ-મુસલમાન કાવતરાની ગંધ આવે છે. જોકે શ્રીવાસ્તવ અને બીજા થોડા હિંદુ જમીનદારી અંદર છે. પણ એ તો અંગ્રેજો અને મુસલમાને આ લોકોને ટેકો આપવાનું વચન આપે તે માટે આ લોકો પેલાઓને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું વચન આપે તો નવાઈ નહીં. આપુ કહે : “ આ મતાધિકાર ઉપર એ જે લખશે તે ઉપરથી ખબર પડી જશે.” વલભભાઈ : “ આ અંગૂઠા ઉપરથી કોણી સુધી પહોંચ્યું, એ કાણી

ઉપરથી કાંધે ચઢશે. હવે રહેવા દોની, બહુ કાંત્યું.” ૨૨-૬-૩૨ a બાપુ : “ કેક દિવસ તો કાકની કાંધે ચઢવું - પડશે જ ના ? વલ્લભભાઈ : 6 ના રે, એમ ના થાય. દેશને અધવચ મૂકીને ન જવાય. એક વાર વહાણુ કિનારે લાવો, પછી જ્યાં જવું હોય ત્યાં જજે. હું સાથે આવીશ.” ૨૧૨

Gandhi Heritage Portal

૨૧૩