પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આ વખતનો આશ્રમમાં લખેલો કાગળ હંમેશની જેમ મહત્ત્વના હતો. એમાં મજૂરોને રાખવાની શરતોમાં ખાદી, બાળકોને ભણવા મોકલવા અને દારૂનું વ્યસન નહીં એટલી જ સુચના છે. એ ઠીક વાત છે. “ આપણે વિશ્વાસ રાખવો જોઈ એ કે જેને આપણે તેના જીવનમાં પ્રવેશ કરશું, તેના સુખદુ:ખના સાથી થઈશું, તેનાં બચ્ચાંકચ્ચાંને એાળખીશું તો બીજા નિયમાનું એ સ્વેચ્છાએ અને જ્ઞાનપૂર્વક પાલન કરશે,” ઇત્યાદિ. આપણા સંગ સત્સંગ છે એમ પુરવાર કરી આપવું ! આ પછી છોરાએની મિત્રતા કરવાની સૂચના છે- જે હિંમત ચાલે તે – ગજા ઉપરવટ હોય તો નહી. “ આ બધાની દોસ્તી કરવાને માટે શાસ્ત્રીય સરલ નિયમ એ સૂચવે છે કે શૂન્યવત થઈને રહેવું.” પણ શૂન્યવત્ તો કાં તો જડ કે મૂઢ માણસ રહે, કાં તે પૂર્ણ જ્ઞાની રહે. બેમાંથી એકે ન હોય તેને માટે આ દુ:સાધ્ય વસ્તુ છે. - પરશુરામના એક બાળક કાનપુરમાં બહુ માંદો હતો. કાર્ય છોડીને જવાની હિંમત ચાલે નહીં, અને છતાં જીવ વલવલે. એને બાપુએ : તમારી પાસે એને સારા કરવાની જડીબુટ્ટી હોય અથવા તમારી હાજરી જ જડીબુટ્ટીનું કામ કરે તો જવાને ધર્મ પેદા થવાનો સંભવ હોય. એટલે કે પોતાના ચાલુ કાર્ય માંથી છૂટી શકાય તો એ સમયે જવું ઘટે, પણ તે વિમળના ભાઈને ખાતર નહીં. પણ એવી સ્થિતિમાં ગમે તે દરદી હોય તેને સારુ તમારી હાજરી જડીબુટ્ટી થઈ પડે તો જવું જોઈએ. આવા અનુભવ લેતાં લેતાં જ હૃદયની દુર્બળતા મનુષ્ય કાઢી શકે છે. આપણે આશા રાખીએ કે એ બાળકની તબિયત સારી થઈ ગઈ હશે. ” કેટલાક માણસે તણાઈને ખૂબ કામ કર્યું જાય છે, કેવળ સ્પર્ધાના ભાવથી, તેને માટે તો વધારેમાં વધારે કલાક પણ ઠરાવવા જોઈએ એ સૂચના વિષે : “ કામની બાબતમાં વધારેમાં વધારે કલાકની મર્યાદા બાંધી શકાય તો બાંધવા જેવું છે એમ હું માનું છું. પણ એ દરેકને સારુ નાખી હોઈ શકે એમ મને ભાસે છે. જ્યાં ભાવના કૌટુંબિક છે અને જ્યાં પ્રત્યેક મનુષ્ય બીજાના જેટલો જ પોતાને જવાબદાર માને છે ત્યાં બધાને સારુ વધારેમાં વધારે મર્યાદા બાંધવી એ અશક્ય તો છે જ, કદાચ અગ્ય પણ હોય. જેનું શરીર કામ કરે છે, જેનું મન તયાર છે, જેની પાસે બીજું કાંઈ પણ વધારે સેવાનું કાર્ય નથી, તે પોતાના વખત સંસ્થાસેવામાં ન જ આપે, એવો કાયદો કેમ ઘડી શકાય ? એટલે સાર હું તો એટલો જ કાઢી શકું છું કે આપણા કામમાં બધેય વિવેક હાય, સાત્ત્વિકતા હોય, અને ધાંધલ ન હોય, તો કાઈ ને બા લાગે જ નહીં. બાજે હંમેશાં બહારના દબાણથી કાંઈ આપણે કરતા હોઈ એ ત્યારે જ લાગે છે. સ્વેચ્છાએ અને २२२

Gandhi Heritage Portal

૨૨૨