પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આચરણની શક્તિ નથી, તેની ઈરછા બીજા જીવનમાં વધારે દૃઢ થાય એવો અવસર તેને પ્રાપ્ત થશે જ. એ વિષે પણ મારા મનમાં કાંઈ જ શ કા નથી. પણ એનો અર્થ એમ ન કરાય છે ત્યારે તે આપણે આ જન્મમાં શિથિલ રહીએ તો પણ ચાલે. એવી ઇરછા તે ઇચ્છા નથી અથવા એ બૌદ્ધિક છે, પણ હાર્દિક નથી. બાદ્ધિક ઇચ્છાને કશું સ્થાન જ નથી. એ મૃત્યુ પછી રહેતી નથી. પણ જે ઈરછા હૃદયમાં ઊતરી છે તેની પાછળ પ્રયત્ન તો હાવા જ જોઈએ. પણ અનેક સંજોગોને લઈને, શારીરિક નબળાઈને લઈને એ ઈચછા આ ભવે પાર ન પડે એ સાવ સંભવિત છે. અને એવા અનુભવ આપણે રોજ કરીએ છીએ. પણ એ ઈચ્છો લઈને જીવ દેહને ડે છે અને બીજા જન્મમાં આ જન્મની ઉપાધિઓ ઓછી થઈને ઈરછા ફળે છે, અથવા વધારે દૃઢ તો થાય જ છે. એમ કલ્યાણકૃત ઉત્તરોત્તર આગળ વધ્યે જ જાય છે. જ્ઞાનેશ્વર મહારાજે નિવૃત્તિનાથની હયાતીમાં તેમનું ધ્યાન ધર્યું હોય તે ભલે ધયું . પણ એમ થતાં આપણે સારુ એ અનુકરણીય નથી એવા મારા દર અભિપ્રાય છે. જેનું ધ્યાન ધરવું છે એ પૂર્ણતાને પામેલ વ્યક્તિ હોવી જોઈએ. જીવતી વ્યક્તિને વિષે એવું આરોપણ કરવું એ મુદ્દલ ઠીક નથી અને અનાવશ્યક છે. પણ જ્ઞાનેશ્વર મહારાજે શરીરધારી જીવતા નિવૃત્તિનાથનું ધ્યાન ન ધર્યું હોય અને પોતાની કલ્પનાની પૂર્ણતાને પામેલા નિવૃત્તિનાથનું ધ્યાન ધર્યું હોય એ બની શકે. પણ એવા પ્રપંચમાં આપણે કયાં પડવા જઈએ? અને જ્યારે જીવિત મૂર્તિનું ધ્યાન ધરવાના પ્રશ્ન ઊઠે તે વખતે ક૯પનાની મૂર્તિને સ્થાન નથી. અને એના ઉલ્લેખ કરીને ઉત્તર આપ્યા તો એ ઉત્તરથી બુદ્ધિભ્રંશ થવાનો સંભવ છે. e ૮૮ પહેલા અધ્યાયમાં જે નામ આપ્યાં છે તે બધાં નામે મારા મત પ્રમાણે વિશેષના કરતાં ગુણવાચક વધારે છે. દૈવી અને આસુરી વૃત્તિઓ વચ્ચેના સંગ્રામનું વર્ણન આપતાં એ વૃત્તિઓને કવિએ મૂર્તિમંત કરી છે. પાંડવ અને કૌરવની વચ્ચે ખરેખર યુદ્ધ હસ્તિનાપુર પાસે થયું હોય એનો આ કહપનામાં નિષેધ નથી. તેવું કાઈ તે યુગનું દૃષ્ટાંત લઈને કવિએ એ મહાન ગ્રંથ રચે છે એવી મારી કલ્પના છે. આમાં ભૂલ હાઈ શકે. અથવા એ બધાં ખરેખર ઐતિહાસિક નામ હોય તો ઐતિહાસિક આરંભને સારુ એ નામે આપવાં અનુચિત ન ગણાય. અને વિષયવિચારને સાર પહેલો અધ્યાય આવશ્યક છે, એટલે ગીતાપાઠ વખતે એ ભણી જ પણ આવસ્યક છે. ૨૨૮

Gandhi Heritage Portal

૨૨૮