પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એકે બાબતમાં પહોંચીશ એવું નજરે નથી પડતું. ઠીક સમય થયાં પીંજુ છું છતાં ખામી વિનાની પૂણી બનાવતાં નથી શીખ્યા, અને કાંતવામાં સૂતર સારું છે તો ગતિ શૂન્ય ! ગઈ કાલે ધારેલે ફેરફાર આજે કર્યો એટલે જરાયે થાક ન લાગ્યા. અને બે કલાકનો બચાવ થવાથી એટલા વાંચવાને આપી ૨૮-ક્રૂ શકાયા. આજે હીરનું સ્ટેટમેન્ટ આવ્યું. જેમ જેમ પ્રાંતા, સ્ટેટ વગેરે તૈયાર થશે તેમ તેમ ફેંડરેશનનું થતું જશે. આજે પ્રાંતિક સ્વરાજના ઘૂઘરી લે એટલું એનું કહેવું છે. સુપરિન્ટેન્ડન્ટ બાપુને પૂછયું: “ તમને કેમ લાગે છે ?” બાપુ કહે : “ લાગે શું ? મોડરેટ જે ધારતા હતા તે થયું એમ નહીં, લંડનમાં જે હું જોઈ શકયો હતા તે જ બની રહ્યું છે. - “ આ પ્રાંતિક સ્વરાજ નથી જ. પ્રધાન પાસે કશી સત્તા નહીં રહે અને દરેક ખાતું વધુ ખર્ચાળ બની જશે. જવાબદાર રાજ્યતંત્રની દિશામાં કહેવાતાં આ પગલાંથી કરોડો રૂપિયાનું ખર્ચ વધવાનું. પ્રાંતિક સ્વરાજનો મારો અર્થ એ છે કે મધ્ય સરકારે પ્રાંતની સેવા કરવી જોઈ એ, પ્રાંતાએ મણ્યની નહીં. આ દરખાસ્તમાં તો મધ્યની હકુમત પ્રાંત ઉપર ચાલતી રહેશે. આ બધા પૂરી ગેરન્ટીવાળા સનદી અમલદારો, જેમને આપણે આપણી મરજી મુજબ ા ન કરી શકીએ, એ આપણે સાથે બેઠા રહે પછી પ્રાંતિક સ્વરાજ્ય ક્યાં રહ્યું ? ” સુપરિન્ટેન્ડન્ટ કહે : “ ત્યારે તે લડત લંબાઈ?” બાપુ: “ એમાં કોઈ શક છે ? ”? e આજે બિરલાની પાસે હૂંડિયામણના સવાલ ઉપર જેટલું મહત્ત્વનું સાહિત્ય હાય તે બધુ મંગાવ્યું. બાપુના લાભના થાભ નથી. આશ્રમમાં એક પછી એક ફેરફાર કરાવ્યે જ જાય છે. લોગબુક નીકળી છે, દરેકની કામના કલાક નોંધાય છે, યજ્ઞનું સૂતર બધું લેવાય છે, સાડાત્રણ વાગ્યે બધાંને ઉઠાડવામાં આવે છે, બાળકે સુધાં. અને ચાર વાગ્યે પ્રાર્થના થાય છે. આ તાણુ કયાં સુધી બધાં સહન કરશે ? દરેક કાગળમાં કાંઈક નવીન માગણી હોય જ. જેનાં ઘરો બંધ છે તે સાફ થવાં જ જોઈએ. જરૂર. પણ તેને આ ચક્રમાંથી વખત ક્યાંથી કાઢો એમ પ્રેમાબહેન પૂછે છે. ઘરની ઉપર ક્યારે સાફ થયાં તેની તારીખ જોઈએ, ક્યારે સાફ થવાં જોઈ એ તેની નોંધ જોઈ એ, ૨૫૭

Gandhi Heritage Portal

૨૫૭