પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તમને એ ગમશે કે કેમ એ પ્રશ્ન હું મારી જાતને પૂછું જ છું; તમે જ્યારે પ્રો. ચૅમ્પસનને ત્યાં બાલ્યાં ત્યારે તમારી અમી ઝરતી આંખોની મારા ઉપર એટલી બધી અસર થઈ હતી. અને ફરી વળી તમારે ઘેર હું આવ્યો અને કુટુંબીજન તરીકે જ તમે મારા સત્કાર કર્યો ત્યારની વાર્તાલાપ તો ભુલાય એમ નથી. મહાદેવ અહીં મારી સાથે છે. ઑકસફર્ડ માં મળેલા મિત્રો વિષે અમે ઘણી વાર વાતો કરીએ છીએ. તમને સૌને અમારા પ્યાર.’’ | e આજે અલ્લાહાબાદની હાઈકોર્ટમાં એક રામચરણ” નામના બ્રાહ્મણ જમીનદારને એક ધાબણને મારી નાખવા માટે પાંચ વરસની સજા થઈ એમ વાંચવામાં આવ્યું. ધોબણે સામે જવાબ વાળ્યો કે હું સાંજે કપડાં લેવા આવીશ. એટલે આણે એને ગડદાપાટું માર્યા; બીજી બાઈ મદદ આવી તેને તમાચા માર્યા, એનો વર આવ્યા તેના હાથમાંથી લાડી લઈ તેને મારી, અને છેવટે ત્રીજી બાઈ આવી તે ૫૦ વર્ષની હતી તેને લાતા મારી, તેની તલ્લી તૂટી અને તે તક્ષણ મરી ગઈ એટલે ભાઈસાહેબ ભાયા. આજકાલ કેદીઓને છોડવામાં આવે છે અને આપણા માણસેને સારી પેઠે સજા થાય છે તે ધ્યાનમાં લઈને બાપુ કહે : “એને પાંચ વરસની સજા છે પણ એ પાંચ માસ પણ નહીં રહે. કહેશે કે હું વફાદારી સભા કાઢીશ, કિસાનોની પાસે પૈસા ભરાવીશ, સવિનયભંગની લડતને દાબી દેવામાં મદદ કરીશ એટલે એને સહેજે છોડી દેશે.” ગમે તેવા કેદીને છાડવાની એક શરત એ છે કે એણે ત્રણ માસ એાછામાં ઓછા ભરેલા હોવા જોઈએ. એટલે વલ્લભભાઈ કહે : એણે બચાવમાં એ નહીં કહ્યું કે આ બાઈ સ્વરાજની લડતમાં ભળેલી હતી અને ખાદી સિવાય બીજા લૂગડાં ધોવાને લેવાની ના પાડતી. હતી. અને મારી સામે આ ખાટા આરોપ ઊભો કર્યો છે.” ગોળમેજી પરિષદ બંધ થઈ અને કેટલાકને પાલ મેન્ટરી કમિટીની આગળ જુબાની આપવા લાવવામાં આવશે એમ ૨-૭-'રૂ ૨ સેમ્યુઅલ હારે જાહેર કર્યું. એ તો પ્રધાનનાં વચનને ભંગ થયા, અને લિબરલાના મોંમાં તમાચો પડયો. “ બધા બિન-કોંગ્રેસી રાષ્ટ્રવાદીઓનું એ અપમાન છે.' એ શાસ્ત્રીના શબ્દો છતાં જયકર અને સમનાં સ્ટેટમેન્ટમાં આ વસ્તુની સામે પ્રકોપ જેવું કાંઈ નથી. હજી એ લોકોને આશા છે કે કાંઈક વધારે સ તાજનક સ્ટેટમેન્ટ થશે. સાંજે કરતાં બાપુ કહે : “આજે હાનિમૅનનો લેખ વાંચે. “ અપમાનજનક તે છે, પણ અમે હજી જોઈ એ છીએ, રાહ જોઈ શુ !' આજ સુધી એના २६४

Gandhi Heritage Portal

૨૬૪