પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અને અમૃત બન્ને એકસાથે કહ્યા છે. એમાં પણ આ જ વાતની પ્રતીતિ થાય છે. ભાઈ પરમાનંદની સ્ત્રીના મૃત્યુ ઉપર તેને અને સરલાદેવીનાં માતુશ્રીના મૃત્યુ ઉપર તેમને કાગળ લખ્યા, અને રાજગોપાલાચાર્યના જમાઈના મૃત્યુને તેની દીકરીને અને રાજાને તાર કર્યો. રાત્રે સૂતાં પહેલાં કહે : “ એ છોકરીની ઉંમર કેટલી ?' મેં કહ્યું : પચીસ હશે.” બાપુ કહે : એનાં ફરી લગ્ન શા સારુ ન કરાવાય ?' પુરુષને વિષે બાપુ એમ કહે કે ફરી લગ્નનો વિચાર ન કરે તો સારું; જ્યાં સ્ત્રીને વિષે બાપુને તુરત આમ સૂઝે છે એ બાપુની સ્ત્રીને માટેની લાગણીની અતિશયતાનું પરિણામ છે. વલ્લભભાઈ કહે : “ રાજગોપાલાચારીએ દેવદાસ ને લક્ષ્મીનું કરાવ્યું એટલું એ છે ? એની આ બીજું પગલું લેવાની હિંમત ન ચાલે.” બાપુ : “ એ વિધવાવિવાહમાં નથી માનતા એમ તો નથી જ.' વલ્લભભાઈ : kk એ છોકરીની ઇચ્છા પણ ન હોય.” બાપુ: “ એ તો કશું કહેવાય નહીં – આ જમાનાની છોકરી વિશે.” દેવદાસને આ મૃત્યુ વિષે લખતાં લખ્યું : “રાજજીને આઘાત પહોંચશે પણ તેની સહનશક્તિ ભારે છે એટલે કશી ચિતા નથી થતી. માતરૂપે માતની અસર મારા ઉપર થોડી જ થાય છે. જે થાય છે તે સંબંધીઓના દુ:ખની. માતનું દુ:ખ માનવા જેવું બીજું અજ્ઞાન શું હોઈ શકે ?” . . એ કાગળ લ ળ્યો કે “ જગતમાં ઉત્પાદન અપાર છે છતાં ભૂખમરા પણ તેટલા જ છે એ જોતાં હું તે ખાદી તરફ ઢળતો જાઉં છું, અને એ વિષે લખવાનું પણ મન થાય છે. માત્ર મિલો ચલાવતાં ચલાવતાં અને ખાંડની મિલ ચલાવતાં ખાદી અને ગોળ વિષે લખવું એ કેટલાકને અસંગત લાગશે.” બાપુએ લખ્યું: * ખાદીકે સાથ સાથ આજ તો મિલ ચલતી હી હૈ ઔર કઈ અરસે તક અવશ્ય ચલેગી. અંતમે તો દોતાંકે બીચમે વિરોધ હૈ હી. કકિ હમારા આદરા તા યહ હૈ કિ હરેક દેહાતમેં ખટ્ટર પિદા હો. અાર જબ ઇસ તરહ હરેક દેહામે હોગા તબ હિંદુસ્થાનકે લિયે મિલકી આવશ્યકતા નહીં રહેગી. લેકિન આજ આપ દાનાં બાતેં સાથ. સાય અવસ્ય કર સકતે હૈ. ઔર સત્ય પ્રદશિત કરકે લિયે આદર્શ કા ભી લાગાંકે સામને રખા જાય. ટીકા કરનેવાલે ટીકા કરતે હી રહેંગે. ઉસકે લિયે કેાઈ ચારા નહીં હૈ. ગુડકે બારેમે મુઝકો પૂરા જ્ઞાન નહીં હૈ, પરંતુ મેરા ખ્યાલ એસા રહા હૈ કિ ખાંડ બનાને કે લિયે મિલકી આવશ્યકતા હમેશા રહેમી, દેહાતાં ખાંડ આસાનીકે સાથ નહીં બન સકતી હૈ, ન ઊખ હર દેહાતમે પૈદા હોતી હૈ, ઈસ કારણ ગુડ બનાનેકા ધંધા સર્વ વ્યાપક નહીં હો સકતા. સંભવ હૈ કિ ઇસમેં મેરી કુછ ગલતી હે. કૈસે ભી હૈ અગર ૨૭૪

Gandhi Heritage Portal

૨૭૪