પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાજય વિષે કશું કહેવાયું નથી. . . . આ વખત શબ્દો તોળ્યા કરવાનો અને રાજનીતિના ખેલ ખેલવાના નથી.” ઍટ્રો પણ કહે છે કે ગાંધીની સાથે સહકાર કર્યા વિના કોઈ પણ રીતે નવું બંધારણ ન થઈ શકે. બાપુને પૂછયું કે આ રંગાચારી વગેરે આજે કેમ એકાએક જાગ્યા? બાપુ કહેઃ “ રંગાચારી તો એ જાતને જ છે. બહાદુર માણસ તો છે જ. બાકી રંગાચારી અને પૅટ્રા બંનેને કાંઈક નિરાશા થયેલી હશે એટલે આટલું બોલી ઊઠ્યા છે.' વલભભાઈ : “ ગમે તેમ હોય, મૅકડોનલ્ડ બધું ગળી જશે. અને લવાદી ચુકાદો પણ આપણી વિરુદ્ધ જ આવવાના છે.” બાપુ : ““ હજી મને મેકાટુડની આશા છે કે એ વિરોધ કરશે.' વલ્લભભાઈ : “અરે શેના ! એ બધા સાવ નાગા માણસા છે.” બાપુ : “ તાયે આ માણસને પોતાના સિદ્ધાન્તો છે.” વલ્લભભાઈ : ** સિદ્ધાન્તો હોય તે આમ ટોરીઓને વેચાઈ જાય? એને દેશની ઉપરથી કાબૂ છોડવા જ નથી.' બાપુ : “ એ તે નથી જ, પણ એમાં એનો સ્વાર્થ નથી. કાબૂ તો કોઈને નથી છોડવા. માત્ર લાક્કી, હોરેબિન, બ્રકવે જેવા થાડા માણસા સિવાય. એન, લીઝ સ્મિથ, વગેરે બધા મૅકડોનલ્ડના જેવા જ છે. હું તો એટલું જ કહું છું કે દેશનું હિત જોઈ ને આ માણસ ટેરીઓમાં ભલ્યા. હવે એ માણસ લવાદી ચુકાદો આપવાનું રોકી રહ્યો છે. આખી જિંદગીના સિદ્ધાન્તો એ ગળી ન જઈ શકે.” હું : “ તો શું મુસલમાનને અલગ મતમ ડળ ન આપવા દે?' બાપુ : “ એ તો આપવા દે, પણ અસ્પૃસ્યાને માટે એ અલગ મતમંડળ નહીં સહન કરી શકે. હું : “ એ એ બાબત સમજે છે ખરા ?” | બાપુ: “જરૂર, એ તો બધું સમજે છે. જે સાઈમન કમિશન સમક્યું, તે એ નહીં સમજે ? એ કહેશે કે ઑર્ડિનન્સ તમને કાઢવા દીધું. સ્ટેટમેન્ટ કરવા દીધું, હવે હું તમારી સાથે આગળ નહીં ચાલી શકુ. એને લીધે જ એના ચુકાદ હજી રોકાઈ રહેલે છે. હાર તો ગમે તે કરે તે મને આશ્ચર્ય નહીં થાય. એને તો કોઈ પણ રીતે દેશને દવા છે. તેને માટે સુસલમાનીને જે આપવું ઘટે તે આપવા એ તૈયાર રહેવાના.” આજે ડોલ આવી ગયા. મીરાબહેનની ઉપર તબિયતની ખબર લખવાને માટે જે પત્રવ્યવહાર ચાલતો હતો તે વિષે વાત કરવાને અને ૨૭૬

Gandhi Heritage Portal

૨૭૬