પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

"For as a ship without a helm is driven to and fro by the waves; so the man who is negligent, and giveth up his resolution, is tempted in many ways." સુકાન વિનાનું વહાણ જેમ મજાથી આમતેમ અળાય છે, તેમ જે માણસ ગાફેલ રહે છે, અને પોતાના નિશ્ચયને વળગી રહેતા નથી, તે લાલામાં આમતેમ અટવાય છે.” મેજર ભંડારીએ ખબર આપી કે બાપુના બધા કાગળા–અહીં આવતા અને જતા — સરકારને મોકલવાના હુકમ મળ્યા છે. બિરલાનો ૮-૭- રૂ ૨ એક કાગળ વિલાયત જવા વિષે અભિપ્રાય માગનારા આવેલો તેનો બાપુએ જવાબ આપેલો કે : “ મારા અભિપ્રાય જાણીતા છે અને મારાથી અહીંથી અભિપ્રાય આપી શકાય નહીં કે જવું કે ન જવું.” એ કાગળ સરકારના હાથમાં ગયા. તેની પૂછપરછ થઈ અને તેથી આ હુકમ થયા હોય એમ લાગે છે. સરકારના હુકમ એ હતા કે ગાંધીના અહીંથી જતા બધા કાગળે સરકારને જોવા મોકલવા. આ માણસને થયું કે આ તો અમારા અવિશ્વાસ થાય છે, એટલે એણે લખ્યું કે તો અહીં આવતા બધા કાગળ પણ ભલે સરકાર જ પાસે ! એટલે આ અવાડિયામાં કશા કાગળ જ આવ્યા નથી. આમ મુલાકાતો બંધ થઈ, કદાચ કાગળા પણ બંધ થઈ રહેશે. એટલે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રીગોપાળ ! આ વિષે ડોલિને આજે કાગળ લખ્યો છે કે “ આ બાબતમાં સરકાર શું ધારે છે તે જરા જાણી લેવા માગુ છું. અને મારી સ્થિતિ શી છે તે પણ જણાવો.’ આ પગલું હિંદ સરકારના હુકમથી લેવાયું છે એમ કહેવાય છે. બાપુ કહે : “ એ લોકોને તો એમ સાબિત કરવું છે. ના કે હું બદમાશ છું, દંભી છું, રાક્ષસ છું, એ આ કોગળાથી સિદ્ધ કરશે !” આજકાલ સાંજે ચાલતાં છાપું વાંચવાનું ન હોય ત્યારે { મેંડર્ન રિવ્યુ” વેચાય છે. બાપુ લેખા ઉપર નિશાની કરે છે ૬-૭- રૂ ૨ તે વાંચવાના. આજે રમેશચંદ્ર બેનરજીનો Castes in Educational Reports (કેળવણીના અહેવાલમાં જ્ઞાતિઓ) વાંચી સંભળાવ્યા. બાપુ કહે : “ એ અમૂલ્ય લેખ છે. એ માણસે કયાં કયાંથી હકીકત એકઠી કરે છે? ધીમે ધીમે દેશમાં છ પાડવી, હિંદુઓને મુસલમાન સામે લડાવવા, હિંદુઓને હિંદુઓ સામે લડાવવા, એ નીતિ કેમ કેમ ખીલતી ગઈ એનું પૃથકકરણ આ લેખમાં આબાદ રીતે થયું છે.” ૨૭૮

Gandhi Heritage Portal

૨૭૮