પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જીવન આપણાં અત્યારનાં કર્મોથી ઘડાવાનું છે. આપણી આગળ બે અથવા એથી વધારે કર્મો વચ્ચે પસંદગી કરવાની આવે ત્યારે આપણે એ પસંદગી કરવી જ રહી. બૂરાઈ આ જગતમાં શાથી છે અને શી ચીજ છે એ પ્રશ્નો આપણી મર્યાક્તિ બુદ્ધિથી પર છે. આપણે એટલું જાણીએ એટલે બસ છે કે, બુરાઈ તથા ભલાઈ બને છે. અને જ્યારે આપણે એ બેને જુદાં જુદાં ઓળખી શકીએ ત્યારે ત્યારે આપણે ભલાઈન પસંદ કરવી જોઈએ અને બૂરાઈને તજવી જોઈએ.” એક બંગાળી બાળકે કાગળ લખેલે કે: ‘તમે દૂધ છોડવાનું વ્રત લીધેલું પછી બકરીનું લીધું તેમાં કાંઈ ખાસ ફાયદો દીઠો ? હું તો ચાખા ખાનાર છું, દૂધ વિના મને પુષ્ટિ શેમાંથી મળે?’ તેને લખ્યું : . "I took goat's milk because I had vowed not to take buffalo's or cow's milk. Physiologically there is little difference between the three. It would have been better from the ethical standpoint if I could have resisted the temptation to take goat's milk. But the will to live was greater than the will to obey the ethical code. My views on the ethics of milk food remain unchanged. But I see that there is no effective vegetable substitute for milk. You should not give it up." ૬૪ મે બકરીનું દૂધ લેવા માંડયું, કારણ ગાયભેંસનું દૂધ નહીં લેવાનું મેં' વ્રત લીધું હતું. શારીરિક દૃષ્ટિએ ત્રણમાં બહુ ઓછા ફરક છે. બકરીનું દૂધ લેવાની લાલચમાં હું ન સપડાયા હોત તો નૈતિક દૃષ્ટિએ એ વધારે સારું હતું. પરંતુ એક નીતિનિયમ પાળવાની ઈચ્છા કરતાં જિજીવિષા બહુ પ્રબળ હતી. દૂધ- વિષેના નૈતિક દૃષ્ટિએના મારા વિચારોમાં કશો ફરક પડ્યો નથી. પરંતુ દૂધની અવેજીમાં ચાલી શકે એવો બીજો કોઈ વનસ્પતિ ખોરાક જડી આવ્યા નથી. તમારે દૂધને ત્યાગ ન કરો.” Thomas A Kempis :

  • This is the highest and most profitable lesson, truly to know and despise ourselves.

"To think nothing of ourselves, and always to judge well and highly of others, is great wisdom and perfection. "We are all frail; but none is more frail than thyself." "Never think that thou hast made any progress until thou feel that thou art inferior to all." ૨૯૧

Gandhi Heritage Portal

૨૯૧