પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કરી હોય તોયે અનાસક્ત રહેવાય. કોઈની મુક્તિ આપણને ઇષ્ટ લાગે તેથી તે પ્રાર્થીએ પણ તે મળે ન મળે તેને વિષે નિશ્ચિંત રહીએ. વિરુદ્ધ પરિણામ આવે એટલે પ્રાર્થના નિષ્ફળ જ ગઈ એમ માનવાને કારણ નથી. આથી વધારે ખુલાસા જોઈ એ કે ? ” એસ્થરનો લાંબા કાગળ આવ્યો. તેમાંનું એક વાકથ બહુ ગમ્યું : મારી બે નાની છોકરીઓ જેટલા મારા ઉપર વિશ્વાસ રાખે ૨૮-૭-'રૂ ૨ છે તેટલો હું ભગવાન ઉપર રાખતી હોઉં તો કેવું સારું ? અમારી બિલાડીનાં નાનાં બચ્ચાં દરરોજ સવારે અમારી આસપાસ વીંટળાઈ ને દૂધ માટે ટળવળે છે અને દૂધ ન મળે તે બૂમાબૂમ કરી મૂકે છે તે જોઈ ને મને પણ એ જ વિચાર આવે છે._ એસ્થરને કાગળ લખ્યા. તેના એક ભાગમાં જિંદગીની ઘણી નાની નાની બાબતોમાં બાપુનું પશ્ચિમી દષ્ટિબિન્દુ દેખાઈ આવે છે : "You tell me how desolate Bajaj's house looked for want of woman's touch. I have always considered this as a result of our false notions of division of work between men and women. Division there must be. But this utter helplessness. on the man's part when it comes to keeping a household in good order and woman's helplessness when it comes to be a matter of looking after herself (more here than in the West) are due to erroneous upbringings. Why should men be lazy as not to keep his house neat, if there is no woman looking after it or why should a woman feel that she always needs a man protector? This anomaly seems to me to be due to the habit of regarding woman as fit primarily for house keeping and of thinking that she must live so soft as to feel weak and be always in need of protection. We are trying to create a different atmosphere at the Ashram. It is difficult work. But it seems to be worth doing.". “ સ્ત્રીની સંભાળને અભાવે જમનાલાલજીનું ઘર કેવું વેરાન લાગતું હતું એમ તું લખે છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેના કાર્યાવિભાગ વિષેના બહુ ખાટા ખ્યાલનું આ પરિણામ છે એમ મને હંમેશાં ભાસ્યું છે. કાર્યવિભાગ જરૂર હોવા જોઈએ. પણ પુરુષ ઉપર ઘરની સંભાળ આવી પડે ત્યારે એ લાચારી અનુભવે અને એવી સ્થિતિ સ્ત્રીને જ્યારે સ્વતંત્ર રહેવાનું આવે ત્યારે એની થઈ પડે ( પશ્ચિમ કરતાં અહીં એવું વધારે બને છે ), એ ૨૯૮

Gandhi Heritage Portal

૨૯૮