પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મારી પાસેથી તેનો સ્વીકાર કરાવ્યા વિના તને પોતાને ચેન નહી પડે. અને મારું કામ સીધુ છે. ગમે તેવા આગ્રહપૂર્વક જે વિચારને હું વળગી રહ્યો હાઉ તે વિચાર પણ, તેમાંના દોષ હું જોઈ જાઉં અથવા મને બીજા કાઈ બતાવે કે તરત એને ત્યાગ કરતાં મને વાર લાગતી નથી. આજે ડૉઈલના ઉપર કાગળ ( પત્રવ્યવહાર વિનિ) ગયો. બાપુએ મુખીની ખાતરી કરી કે એનો બીજો અર્થ ન થાય. ૨૬-૭-૨૨ પેલા કહે : “ અંદર લખેની કે જેલના અમલદારોના હું ઉલ્લેખ નથી કરતા.” બાપુ કહે : “ તો તો જરૂર એ માનવાના કે તમારી જ સૂચનાથી આ લખાય છે. એના કરતાં મેં સ્વાભાવિક રીતે જેમ લખ્યો છે તેમ જવા દો. ખરી વાત તો એ છે કે આ કેસ એવા છે કે એમાં તમારે રાજીનામું આપવું જોઈએ –જે તમારામાં સ્વાભિમાન હોય તો. પણ આપણામાં એ તેજ રહ્યું નથી. એટલે તમે કાંઈ નહીં કરો તો મને આટલું કરવા દો.” - સાંજે ઢગલાબંધ ટપાલ આડમી તારીખની સરકારને ત્યાં ગયેલી તે આવી. અને તેમાં બધા જ અગત્યના કાગળો હતા, જેના તુરત જવાબ આપવા જોઈતા હતા. પેલા ગુમ થયેલા વિમાનીની બહેન શીરીનબાઈના હદયદ્રાવક કાગળ હતા. ઘરમાં ૭૨ વર્ષનાં મા, બીજો એક જ મોટાભાર્થી તે લંડનમાં કાઈ નસિગ હોમમાં આઠ વર્ષથી, અને આ ભાઈ એ ઊડતાં પ્રાણુ ખા ! બાપડી ૩૦ વર્ષ ઉપર બે ચપડી ગુજરાતી શીખેલી તેણે પણ મહેનતે ગુજરાતી કાગળ સારા લખે, પણ છેવટે લખ્યું : મને અંગ્રેજીમાં લખવાની પરવાનગી આપે. બાપુએ લખ્યું : ' "My Dear Sister, "I received your disconsolate letter only today. It had to pass through so many hands before coming to me. My whole heart goes out to you and your aged mother. God suffers us to blame Him, to swear at Him and deny Him. We do it all in our ignorance. A very beautiful Sanskrit verse which we recite daily at the morning prayer means: "Miseries are not miseries, nor is happiness truely happiness. True misery consists in forgetting God, true happiness consists in thinking of Him as ever enthroned in our hearts.' And has not an English Poet said: 'Things are not what they seem.' The fact is if we knew all the laws of God we should be able to account for the unaccountable. ૩૨૬

Gandhi Heritage Portal

૩૨૬