પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

.. .ને લખ્યું : ( એણે લખ્યું હતું કે મને બહુ એકલું લાગે છે, મારા કરો ઉપયોગ નથી ઇ. તેના જવાબમાં): "You are suffering from a subtle pride and diffidence at the same time. How can you feel lonely in the midst of so many human beings everyone of whom demands your service and in whose midst you have thrown in your lot? You are in the midst of books and you will not touch them. You are in the midst of Hindi speaking men and women and you will not speak to them. You are in the midst of workers and you will not throw yourself into the work and make two blades of grass grow where only one was growing yesterday, make two yards of cloth where only one was woven yesterday. All our philosophy is dry as dust if it is not immediately translated into some act of loving service. Forget the little self in the midst of the greater you have put yourself in. You must shake yourself free from this lethargy."

  • તમને સૂક્ષ્મ અભિમાન પીડી રહ્યું છે. એની સાથે જ તમારામાં આત્મવિશ્વાસનો અભાવ છે. નહીં તો તમારી સેવા લેવાની ઈચ્છા રાખતા આટલા બધા સાથીઓની વચ્ચે તમને શા માટે એકલાપણું લાગવું જોઈએ? તમે પુસ્તકાની વચમાં પડેલા છેપણ તમારે એને અડવું નથી. તમે આટલાં હિંદી બેલનારાં સ્ત્રીપુરુષોની વચ્ચે છે, પણ તમારે એમની સાથે બાલવું નથી. તમે આટલા કાર્યકર્તાઓની વચ્ચે પડયા છે. પણ તમારે કામ નથી કરવું. જ્યાં ગઈ કાલે એક કણસલું ઊગતું હોય ત્યાં આજે એ ઉગાડવાં નથી, જ્યાં એક વાર કપડું' વણાતું હોય ત્યાં બે વાર વણવું નથી. આપણી ફિલસૂફીની ધૂળ જેટલી પણ કિમત નથી, જે પ્રેમમય સેવામાં તે તત્કાલ પરિણમતી ન હોય. તમે જે વિશાળ સમૂહની વચ્ચે પડવ્યા છે ત્યાં તમારી અ૫ જાતને ભૂલી જાઓ. તમારી ઉપર સવાર થઈ બેઠેલી આ શિથિલતાને ખંખેરી નાખો.” .

. . .એ લખેલું હતું : “ આશ્રમમાં શું જાઉં ? જે લોહચુંબક તરફ ખેંચાઈ ને જતાં તે તો ત્યાં મળે નહીં'. એને લખ્યું : “ આશ્રમમાં ને જવાનું કારણ તે સુંદર બતાવ્યું છે. એમ બધાય કરે તો ? કાજી અને તેના કૂતરાની વાત સાંભળી છે ? કાજી બહુ પ્રખ્યાત હતા. તેને કૂતરી મરી જતાં તેની લાશને લઈ જવાનું સરઘસ કાઢયું. તેમાં આખું ગામ ગયું. કાજી મરી ગયા ત્યારે માંડ કાંધિયા મળી શકયા ! એવું તે ક" કહેવાયના દે

Gandhi Heritage Portal

૩૩૬