પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મેં કાગળ લખેલે તે તમે ભૂલી ગયા?” એટલે પેલા કહે : ** એ કાગળ તો તમે બેત્રણ દહાડા ઉપર લખ્યો હતો ના?” બાપુ કહે : “ અરે, એ વિષે આપણે ચર્ચા થયેલી; તમે તેમાં સુધારો કરાવેલ. સરકારે એના જવાબ આપવાને બદલે આ હુકમ કાઢવા લાગે છે.” પેલા કાંઈ બોલ્યા નહીં. પણ જે માણસમાં એ કાગળ લખવા દેવા જેટલું પણ સ્વાભિમાન નહોતું તે માણસ આજે સરકારની હાર થઈ તેનું માન પાતે લેવા માગે છે એ જોઈ તે અમને સૌને બહુ આશ્ચર્ય લાગ્યું. બાપુનો આભાર માની શકતો હતા એ તો શેના જ માને ? ડૉ. મહેતાના પગ ઉપર ઘા ઝેરી થયા અને તેમના પગ કાપી નંખાવવો પડ્યો છે. પરિણામે એમની સ્થિતિ ગંભીર છે એવા તાર મળ્યા છે. સવારે ઑપરેશન સારું થયું. સ્થિતિ સંતોષકારક છે, એવા તાર હતા. એટલે બાપુએ પાછો તાર કરેલા : “ બહુ રાજી થયે છું. રોજ રોજ તાર કરતા રહેશે.” ડોક્ટરમાં બરદાસ્ત કરવાની શક્તિ છે એમ વાત થતી હતી ત્યાં બીજો તાર આવ્યું : ડોકટરને ખૂબ તાવ છે. પછી તાર આવ્યો : ડૉકટરને ન્યુમોનિયા છે અને સ્થિતિ ગંભીર છે. આ પછી પણ બાપુએ કહ્યું : “ રતિલાલને અને મગનને નસીએ હજીયે જીવી જાય તો કહેવાય નહીં.” આમ બાપુથી પણ માનવાચિત ઉદ્ગારા નીકળી જતા હતા. આજે બ્રેડ ખરાબ થઈ હતી એટલે આજને માટે અને આવતી કાલને માટે ભાખરી કરી રાખી. જમી રહ્યા પછી વધેલી ભાખરી ત્યાંથી લાવવાને બદલે ત્યાં જ રહી ગઈ. રસોઈ બનાવનાર બધી ખાઈ ગયા. મેં ત્યાં રાખી અને હું ન લાવ્યો એને મારી બેદરકારી બાપુએ ગણી. “ તમે તો કવિ છે ને ! એટલે યાન બીજે ક્યાંક હશે.” મેં કહ્યું: “ એ ભલે ખાઈ ગયા, એના નસીબની હશે, પણ મારા ઉપર બેદરકારીનો આરોપ આવે એટલે એ મને ખટકે છે. એ લોકેની ફરજ હતી કે બે દિવસની ભાખરી વધેલી હતી તો મને આવીને પૂછવું જોઈતું હતું કે આ ભાખરીનું શું કરવાનું છે ?” આજે ડોકટર મહેતાના અવસાનને તાર આવ્યું. કાલે રાત્રે ૯-૪૫ - વાગ્યે દેહ છોડી ! બાપુને કેટલું લાગ્યું તેનો ખ્યાલ આ ૪-૮-'રૂર તારથી થઈ શકે છે : "God's will be done. Consolation to you and mother. Hope you will fully carry on all noblest traditions left by father for commercial integrity, lavish hospitality ३४२

Gandhi Heritage Portal

૩૪૨