પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

and great generosity. Sardar, Mahadev join me in condolences. For me? I feel forlorn without lifelong faithful friend. Continue keep me informed of everything. May God bles you all." ઈશ્વરેચ્છ. તમને અને માતુશ્રીને આશ્વાસન. પિતાશ્રીની ઉદાત્ત પરંપરા – વેપારમાં પ્રામાણિકતા, પરાણાગતમાં રેલમછેલ અને દાનેશ્રી સ્વભાવ – એ બધું તમે પૂરેપૂરું સાચવશે. સરદાર તથા મહાદેવ દિલગીર છે. મારું શું કહું ? જીવનપથ'તના વફાદાર મિત્રને વિરહ મને સાલી રહ્યો છે. બધું મને જણાવતા રહેજો. ઈશ્વર તમારું સૌનું ભલું કરો.” બિચારાએ બે માસ ઉપર તો સત્યાગ્રહમાં જોડાવાની રજા માગી હતી. અને નવેમ્બરમાં બાપુને મળવાની આશા રાખી હતી. મણિલાલ રેવાશંકર જગજીવનને કાગળમાં લખ્યું : ** સુંદર માળા અત્યારે ચૂંથાઈ જવાને ભય ઊભે થયો છે. તમને બધાને દાક્તરને વિયાગ સાલશે જ. પણ મારી સ્થિતિ વિચિત્ર છે. દાક્તરના કરતાં અધિક મિત્ર મારે આ જગતમાં ન હતા. મારે સાર તો તે જીવે જ છે. પણ હું અહીં બેઠા તેને માળા અવિચ્છિન્ન રાખવામાં લગભગ કંઈ જ ભાગ નથી લઈ શકતા, એ ખૂચે છે. તમે જે કાંઈ કરાતું હાય તે કરી છૂટજો. દાકતરનું નામ અખંડિત રહે તેવું કરવામાં તમે કયાં સુધી ભાગ લઈ શકો છો એ જણાવજો.” નાનાલાલ મહેતાને : tt દાકતર જતાં મારી સ્થિતિ તમારા બધાંના કરતાં કફોડી થઈ પડી છે. મારા પુરાણામાં પુરાણા સાથી, મિત્ર, જે કહું તે ચાલ્યા જાય ને હું પીંજરામાં પુરાયેલા કાંઈ જ તેની પાછળ ન કરી શકુ એ ખૂંચે છે, પણ તેમાંયે ઈશ્વરને ભેદ છે, કૃપા પણ હોય. દાકતરને માળા આબાદ રાખવાની તમારી કયાં લગી શકિત છે તે હું નથી જાણતા. જેટલી હોય તેટલી વાપરજો. દાક્તરનું નામ નિષ્કલંક રહે અને તેના ગુણો તેનાં છોકરાંઓ કાયમ રાખે એ જોવાનું રહે છે.” મોટા છોકરા છગનલાલને : “ દાક્તરના સ્વર્ગવાસની ખરી સમજ તારા હુવેના વર્તનમાં દેખાવી જોઈએ. દાક્તરના અનેક સગુણા તેનું ખરું વસિયતનામું છે. તે તારો વારસો છે. નાના ભાઈ અને જરા પણ કલેશ થાય એવું તારાથી ન થાઓ . . . . મારી જિંદગીના સાથી જાય છે ત્યારે હું અપંગ જેવો છું, એ મને સાલે છે. નહીં તો હું અત્યારે તારી પાસે ઉભે હા. કદાચ દાક્તરને છેલ્લે શ્વાસ મારા ખેાળામાં તેનું માથું હોત ને ગયા હોત. પણ ઈશ્વર કઈ આપણું ધાર્યુ” સાંખતો નથી. એટલે મારે ટપાલ મારફતે જે થાય તે જ કરવું રહ્યું.” ૩૪૩

Gandhi Heritage Portal

૩૪૩