પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જ શી? હજી આપણે સારાનરસાં જોવા બેસીએ છીએ. સારાં માણસે એકબીજાની સાથે બંધુભાવ બાંધે એ તે સ્વાથી મંડળ થયું. બંધુભાવમાં તો કશી જ ગણતરી ને હાય, સામો જવાબ મળવાની જરૂર ન હોય; જે એવા ભેદ કરવા બેસીએ તો જેને આપણે દુષ્ટ ગણીએ તેવાં સ્ત્રીપુરુષે પ્રત્યે પ્રેમભાવ ન રાખી શકીએ. અત્યારના કલહ અને રાગદ્વેષ વચ્ચે એમ કરવું એ બહુ કઠણ છે. છતાં સાચા ધમ તો આપણી પાસે એ જ માગી રહ્યો છે. તેથી આપણે દરેકે, બીજા શું કરે છે તેનો વિચાર કર્યો વિના આ સત્યનો સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરવા જોઈએ.” બાપુ આજે જમનાદાસ તથા શ્રેલવીને (સરકાર પાસે મેળવેલી રજાથી), અને રામદાસ તથા હરગોવિંદને મળ્યા. ત્રણ ૬-૮-”રૂર જ જણને મળી શકાય એમ હતું એટલે રામદાસે પોતાના સ્વભાવ પ્રમાણે કહ્યું: ‘હરગોવિદ તમે જાઓ, હું વળી આવતી વખતે,' અને બાપુના ઉપર સ્લેટમાં કાગળ લખ્યો. બાપુએ સુપરિન્ટેન્ડન્ટને કહ્યું : “ આ રામદાસ નાસીપાસ થઈને જશે. તમે એને મને મળવા ન દો પણ એને મને જોવા દો નહીં ? એને નીચે ઊભો રહેવા દો અને હું જાઉં ત્યારે મને જુએ એટલે કરવામાં તમે નિયમનો ભંગ નથી કરતા.” રામદાસને એલાવ્યા. એણે પ્રણામ કર્યા અને ચાલવા માંડયું. સુપરિન્ટેન્ડન્ટની ઉપર અસર થઈ અને કહે : “ના, ના, રામદાસે જવાની જરૂર નથી. બેસે.” આમ રામદાસના ત્યાગનું આ પરિણામ આવ્યું એમ જ હું કહું. સુપરિન્ટેન્ડન્ટની ભલાઈ કે બાપુએ રામદાસના કરુણ સંદેશાને લીધે કરેલી આગ્રહભરી વિનંતી, શાની અસર એ ન કહેવાય. પણ રામદાસના શુદ્ધ ત્યાગનું આ ફળ જરૂર કહેવાય. હરગોવિંદ પંડ્યાએ બહાર જઈ ને શું કરવું, જામની સામે ઝઘડા કરો કે સરકારના રાજ્યમાં રહેવાનો હુકમ તાડીને પાછું જેલમાં ભરાવું ? બાપુ કહે : “મારાથી એ અભિપ્રાય ન આપી શકાય. મને બહારની સ્થિતિની ક૯પના ન આવી શકે. અને આવી શકતી હોય તેયે મારાથી અભિપ્રાય ન આપી શકાય.” આ પછી હરગોવિદ પંડથાએ સિદ્ધાંતને સવાલ કાઢ્યો : તમે તો કહ્યું છે ના કે દેશી રાજ્યોની સામે સત્યાગ્રહ થઈ જ ન શકે ?” બાપુ કહે: * એ કંઈ ત્રિકાલાબાધ સિદ્ધાંત છે કે ? ત્રિકાલાબાધ સિદ્ધાંત તરીકે મેં એકે વસ્તુ મૂકી નથી, સિવાય કે સત્ય અને અહિંસા. અરે ! આગળ જઈ ને એ કહું કે ત્રિકાલાબાધ વસ્તુ એક સત્ય જ છે. કારણ કેાઈ સોગામાં, અહિંસા અને સત્ય જોકે એક જ છે છતાં, એ બેની વચ્ચે પસંદગી ૩૪૬

Gandhi Heritage Portal

૩૪૬