પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બરાબર છે. આ પરાધીનતા નીકળી જવી જોઈ એ. નિમને નોકર જોઈએ તો તને શું પૂછે? નારણદાસ પાસે માગે, કરવી હોય તો વઢવેડે કરે. આ તો નજીવું ઉદાહરણ છે. પણ એની બાબતમાં એને સ્વતંત્રતા હોવી જોઈએ. તારે વ્યભિચાર કરવા હોય તો તું નિમુના ડર નહીં ખાય. તેનો પ્રેમ તને રોકે એ જુદી વાત છે. તેમ જ નિમુને વ્યભિચાર કરવા હોય તો તે નીડર થઈ કરી શકે છે. એકબીજાના પ્રેમ દંપતીને પાપમાંથી ભલે ઉગારે, ડર કદી નહીં'. આ શિક્ષણ આપવાનું હું આશ્રમમાં જ શીખે. બાના પ્રત્યેનું મારું સાબરમતીનું વતન ઉત્તરોત્તર આવું થતું ગયું છે. તેથી બા ચઢી છે. આગળને ડર હજી સાવ નહીં ગયે હોય. પણ ઘણા ગયે છે. મનમાં પણ બાના પ્રત્યે ખીજ ચઢે છે તો મારા પ્રત્યે ખીજ કાઢે છું. ખીજનું મૂળ માહ છે. મારામાં આ ફેરફાર થયો છે તે મહત્વનો છે અને તેનાં સુંદર પરિણામો આવ્યાં છે. મારી પ્રેમ હજી નિર્મળ થતા જશે તે જ પરિણામે વધારે સુંદર થશે. અસંખ્ય સ્ત્રીઓ મારો વિશ્વાસ સહેજે કરે છે. તેનું કારણ મારો પ્રેમ અને આદર છે એવા મને વિશ્વાસ છે. ' એ ગુણ અદશ્ય રીતે કામ કર્યા જ કરે છે.” શ્રેલવીનો કાગળ એના સ્વચ્છ હૃદયની, ઉજજ્વળ દેશભક્તિની અને લલુભાઈના કુટુંબ પ્રત્યેની એની નિદાની નિશાનીરૂપ છે. વૈકુંઠની મિત્રતાને એ જિંદગીમાં બનેલા એક અનુપમ સૌભાગ્ય તરીકે વર્ણવે છે. એક હિંદ કુટુંબ સાચી ઉદારતાથી રહીને કેટલું કરી શકે છે એ ઍવીના કાગળમાંથી જોઈ શકાય છે. આખા કાગળ સંધરી રાખવા જેવા છે. સુપરિન્ટેન્ડન્ટને આવીને What's the news ? (શા સમાચાર છે ?). પૂછવાની આદત છે. આજે બાપુએ આનો એવો જવાબ ૨ ૨-૮-'૩૨ આપ્યા કે એ તો સડક જ થઈ ગયો : * સમાચાર તમારી પાસે કે અમારી પાસે ? તમે તો મારે માટે જાળ પાથરી હતી અને તેમાં હું ભૂલેચૂકે ગયા હોત તો માર્યો જ જાત ના ? તમને ૨૦ મીએ અનસારીએ કાગળ લખેલા અને તેની મને વાત ન કરતાં તમે મને પૂછયું કે એ આવે તે તમે એને મળે કે ? એનો જવાબ હું એમ આયું કે હું ન મળું એટલે સરકારને તમે લખી દો કે એ ન મળી. એટલે સરકાર અનસારીને જવાબ દે કે ગાંધી કાઈને મળતા નથી. એ તો ઠીક છે કે મેં અસાવધ જવાબ દીવે નહીં, નહીં તો તમે તો મને ફાંસામાં ઉતારત જ ના? પેલા કડું : “ ના, મેં’ એવું ઈચછયું જ નહોતું. અનસારી તો મારા મિત્ર છે. હું એને લખત કે ગાંધીજી નથી મળતા એટલે ૩પ૭

Gandhi Heritage Portal

૩૫૭