પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સરકારને તમારે લખવાની કશી જરૂર નથી. નાહકની ના શા સારુ લેવી ? ” બાપુ : “ ના મેળવવામાં પણ કાંઈક અર્થ છે. અને એ તો તમે કાગળ આવ્યા ત્યારે મારી સાથે ચર્ચા કરીને, નિર્ણય કરી શકતા હતા. પણ તમે તા કાગળ આવ્યો કે એ સરકારને મોકલ્યા અને પછી મને પૂછવા આવ્યા ત્યારે પણ કહેતા નથી કે આ કાગળ આવ્યા છે એટલે પૂછું છું.” “ના ના, હું સરકારને નહીં લખત, પણ અનસારીને લખત.” અનસારીને તો તમારે પ્રથમ જ લખવાનું હતું.. તમે એક વખતે ઠં' ડી અને ગરમ અને કે નથી મારી શકતા. તમારા એ મિત્ર હોય તો તમારે પહેલાં જ એને લખવું હતું. અથવા મને પૂછીને લખી શકતા હતા. મિત્ર ન હોય તો તમે સીધા સરકારને લખી નાખતું અને આ વાત છેડી દેત. પણ તમે તે જાળ રચી. જાણીને નહીં. પણ એનું પરિણામ એ જ આવત. એ રીત ભયંકર છે એમ તમને કહી દઉં છું.” (“ મેં એવું કંઈ ઈયું નહોતું, હું દિલગીર છું.' કહીને ગયા. પણ બહુ ભેઠા પડેલા લાગ્યા. આશ્રમની ટપાલમાં છોકરીઓના માસિક વ્યાધિ, તે વિષેના અજ્ઞાન અને છુપાવવાની ટેવમાંથી ઉત્પન્ન થતા રોગ વિષેની, હકીકત વાંચીને બાપુને બહુ વિચાર આવ્યા, અને લાંબા કાગળ લખ્યા. આનંદીને લાંબા કાગળ લખ્યા. અને એ બધી છોકરીઓને વંચાવવાનો કહ્યો, અને પ્રેમાબહેન સાથે ચર્ચાવાનો કહ્યો. અમતુલને પણ એમ જ કહ્યું. પ્રેમાબહેન ઉપર લાંબા કાગળ લખ્યા. વ્યક્તિપૂજા અને ગુણપૂજા વિષે : “ નારદમુનિના દાખલા તું આપે છે પણ તેના વચનનું રહસ્ય કયાં જાણે છે ? તેના જેવી વ્યક્તિપૂજા જરૂર કર. એ તે કરવા ચોગ્ય છે. જેવા વૈકુ ના ભગવાન ઐતિહાસિક તેવા તેના કઠણ ! નારદમુનિના ભગવાન તેના કપનામંદિરમાં બિરાજતા હતા. એ નારદમુનિ તો આજે પણ છે અને એના કણ પણ છે. કેમ કે તે બન્ને આપણી કલ્પનામાં જ રહ્યા છે. મારી દૃષ્ટિએ ઈતિહાસના કરતાં ક૯પના ચઢી જાય છે. રામ કરતાં નામ ચઢી જાય છે, એમ તુલસીદાસે કહ્યું છે તેનો આવા જ અર્થો સંભવે છે. તે વ્યક્તિપૂજાના વમળમાં પડી છે. તેથી જ મને ચિંતામાં નાખે છે ના ? આશ્રમને વિષે તું મને નિર્ભય નથી કરી શક્તી. નારણદાસ કરી શકે છે. એવા બીજા નમૂના પણ બતાવી શકું છું. તેઓ પણ વ્યક્તિપૂજક તો છે જ. કાણુ નથી ? પણ છેવટે તેઓ વ્યક્તિને તરી જઈ તેના ગુણ એટલે તેની કૃતિના પૂજારી થાય છે. આ અમૂલ્ય વસ્તુ ભૂલી જઈને આપણે આપણી મૂઢતામાં સ્ત્રીઓને સતી થતાં શીખવ્યું. એ વ્યક્તિપૂજાની પરાકાષ્ટા ! જ્યારે પત્નીનો ધર્મ તો એ છે કે પોતે પતિનું કાર્ય પોતાનામાં ૩૫૮

Gandhi Heritage Portal

૩૫૮