પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અમર કરે. પતિપનીમાંથી વિકારને અને નરનારી જતિને કાઢી નાખીએ એટલે એ આદર્શ આખા સંસારને સારુ દરેક સ્થિતિમાં લાગુ પડે છે. એટલે કે એ પ્રેમ ભગવાનમાં જઈને મળે છે. પણ હવે એ વિષયને પડતો મૂ કુ. | મારા વિરોધીઓ પહેલાં હતા ને આજે પણ છે. છતાં મને તેના પ્રત્યે રોષ નથી આવ્યા. સ્વપ્નામાંયે મેં તેમનું ભૂડ' નથી ઈરછયું. પરિણામે ધણા વિરોધીઓ મિત્ર બન્યા છે. કાઈ નો વિરોધ મારી સામે આજ લગી કામ નથી કરી શકશો. ત્રણ વાર તો મારી જાત ઉપર ગયા છતાં હજુ લગી ઊભો છું. તેનો અર્થ એમ નથી કે વિરોધી કાઈ દહાડે પોતે ધારેલી સફળતા ન જ મેળવે. મેળવે કે ન મેળવે તેની મારે લેવાદેવા ન હોય; મારા ધર્મ તેમનું હિત ઈરછવાના છે, અને પ્રસંગ આવ્યે તેમની સેવા કરવાનો છે. આ સિદ્ધાંતના મે યથાશક્તિ અમલ કર્યો છે. એ મારા સ્વભાવમાં રહેલી વસ્તુ છે એમ મારી માન્યતા છે. લાખો લોકો મારી પૂજા કરે છે ત્યારે મને થાક ચડે છે. કોઈ દહાડો એ પૂજામાં રસ આવ્યાનું કે તેથી તેને યોગ્ય છું એમ મને નથી ભાસ્યું. પણ મારી અભ્યતાનું ભાન રહ્યું છે. માનની ભૂખ મને કોઈ દિવસ રહી હોય એવું યાદ નથી. પણ કામની ભૂખ રહી છે. માન આપનારની પાસેથી કામ લેવા મથ્યો છું. તે નથી આપ્યું ત્યારે તેના માનથી ભાગ્યો છું. હું કતાર્યું તો ત્યારે થાઉં કે જ્યારે મારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચે. લેકિન એસે દિન કહાં સે, વગેરે વગેરે. - “ દુનિયાની સામે ઊભા રહેવાની શક્તિને સારુ મગરૂરી કે તેછડાઈ કેળવવાની જરૂર નથી. જિસસ દુનિયાની સામે ઊભા; બુદ્ધ પણ પોતાના યુગની સામે થયા. પ્રહલાદે તેવું જ કર્યું. તેઓ બધા નમ્રતાની મૂર્તિ હતા. એને સારુ આત્મવિશ્વાસ અને પ્રભુ ઉપર શ્રદ્ધા જોઈ એ. મગરૂરીમાં સામે થનારા છેવટે પડયા છે. તારી મગરૂરી અને તારે ક્રોધ કેટલીક વાર કેવળ ઢાંગ હોય છે. પણ એ ઢોંગ પણ ભૂડે છે. એમાંથી ઘણી વાર નકામી ગેરસમજનાં કારણુ ઊભાં થાય. આમ ન થવા સારુ મનુષ્ય બહુ ચેતીને ચાલવાની જરૂર રહે છે.

    • અંત સમે એકાકી ટકી રહેવાની શક્તિ આત્યંતિક નમ્રતા વિના અસંભવિત માનું છું. અને શક્તિ આવી હોય તો જ તે ખરી વસ્તુ ગણાય. એની પરીક્ષા એમાં જ રહેલી છે, ધણ જે બહાદુર ગણાય છે તે ખરેખર હતા કે નહીં તે પારખવાને અવસર જ સમાજને નથી મળ્યા હોતો.”

૯૫૯

Gandhi Heritage Portal

૩૫૯