પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આજે પ્રભાતે પાછી ચુકાદા ઉપર વાતો ચાલી. જયકર, સમુ અને ચિંતામણિના અભિપ્રાયો ચર્ચાયા. બાપુ કહે : “ જયકર ૨૨-૮-'૩ ૨. સપ્રનાથી અહીં છૂટા પડશે એમ આશા રાખીએ.” વલ્લભભાઈ : “ બહુ આશા રાખવા જેવું નથી.” બાપુ : * વિલાયતમાં પણ આ બાબતમાં એના વિચાર જુદા પડતા હતા એટલે આશા રાખીએ; બાકી તો શું ? ” વલ્લભભાઈ : ** ચિતામણિએ આ વખતે બરાબર શોભાવ્યું.” બાપુ: “કારણ ચિંતામણિ એ હિંદી છે, જ્યારે સપુનું માનસ યુરોપિયન છે. ચિતામણિ સમજે છે કે આ ચુકાદામાં જ બંધારણ ઘણું આવી જાય છે. પેલા એમ માને છે કે બંધારણ મળ્યું એટલે પછી આવી બાબતોની ફિકર જ નથી. કોઈ પણ હિદીને સમજાવવાની જરૂર ન હોય કે ગમે તેવું સારું બંધારણ ગુંડાઓના હાથમાં મૂકશે તો તેના ભુક્કો થઈ જવાના છે. અને આ ચુકાદાથી એ ગુડાઓના જ હાથમાં મુકાય છે. હજી તો વડી સરકારનું ઊભું છે. એ વડી સરકારને એક ધગધગતો કુંડ કરી મૂકવાના છે, અને કહેશે કે હવે એમાં પડો અને બળા મરો.” મેં કહ્યું : * માલવીજી કેમ ચૂપ છે ? ” બાપુ : “ માલવીજીને કાંઈ બાલવાપણું હાય નહીં. એ તો કદાચ વિચારતા હશે કે આમાં હવે શું થાય ? એને મારા વિચારોની તો ખબર નથી, એટલે મૂંઝાઈ રહેલા હશે.” વલભભાઈ : * એ જ તમારી સાથે દુ:ખ છે ના કે તમે આખર સુધી કશું જાણવા દેતા નથી અને તમારી સાથેના માણસોની સ્થિતિ પણ તદ્દન કોડી કરી મૂકે છે ! આ જ તમારી સામે તમારા સાથીઓની તકરાર છે. સૌને એમ છે કે તદન ન ક૯યેલી પરિસ્થિતિમાં તમે અમને સૌને ફેકે છે.’ બાપુ : પણ એમાં શું થાય ? ” વલ્લભભાઈ : “ અમને પણ કોઈ કહેશેને કે તમે સાથે હતા, તમે ગમે તે રીતે એ વસ્તુની બહાર ખબર તો આપી શકતા હતા. ડાહ્યાભાઈ તો દર અઠવાડિયે આવે છે, એની સાથે ખબર આપી શકાત. ” બાપુ : ૮૮ એ તે કેમ જ થઈ શકે ? આપણે એમને એમ કહીએ કે જાઓ અમે તો હવે આ વસ્તુને ગમે તે રીતે પ્રગટ કરીએ છીએ ? એમને આપણે વચન આપી ચૂકયા કે અમારા તરફથી આ વસ્તુ બહાર ન આવે, એટલે થયું. એ તો તમે કાગળમાં ન જોયું કે, તદ્દન બેપરવાઈથી મેં લખ્યું છે કે આ પ્રગટ કરીને લેકમત જાગ્રત થવા દેવા હોય તો જાગ્રત થવા દેને, અને ન પ્રગટ કરે તે પણ ભલે. માલવીજી અને રાજગોપાલાચાર્યને શું "મ તે રાજાઈ : « ૩૭૪

Gandhi Heritage Portal

૩૭૪