પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હીરાલાલને એક કાગળમાં બાપુએ ખગાળના અભ્યાસ વિષે લખ્યું, તેમાં ‘‘ હું મને મંદબુદ્ધિ માનું છું. ઘણી વસ્તુ મને બીજાઓના ૨૧-૮-'રૂ૨ કરતાં સમજતાં વાર લાગે છે. પણ એની મને ચિંતા નથી. બુદ્ધિના વિકાસને સીમા છે. હૃદયના વિકાસને અંત નથી” કે એવા જ કંઈક ભાવનું લખ્યું. એ કાગળની નકલ કરવાનું રહી ગયું. કાંતિ એક કાગળ બાપુને માટે મેજરને આપી ગયા હતા. એ એણે ન આપતાં આઈ. જી. ને મેકલ્યા. અમને સૌને એ ૨૦-૮-'રૂર ખરાબ લાગ્યું. એણે ન આપવો હતો તો નહોતો આપ, પણ શા સારુ ત્યાં મોકલ્યા ? એમાં કોકન સરકારને ત્યાં સારા થવાનો પ્રયત્ન હોય, અથવા વીસાપુરમાં અપાતી છુટ વિષે ખબર આપી ત્યાંના અમલદાર સામે ખાર કાઢવાની પણ વૃત્તિ હોય. સવારે મેજરે પોતે આવીને કહ્યું કે એ કાગળમાં કશું જ વાંધાભરેલું નહોતું, પણ મને આઈ. જી. કહે છે કે કયાંય કાંતવાનું કામ આપવાની મેં રજા આપી નથી, અને વીસાપુરમાં ૧૧૦૦ જણા કાંતે છે એમ કાંતિ લખે છે. એટલે મેં એને પૂછયું કે વીસાપુરમાં આ રજા હોય તો અહીં શા સારુ આ રજા ન આપે ? મેજર ગયા એટલે બાપુ કહે : ** મેજરને અન્યાય જ થયેલના ? ” વલ્લભભાઈ કહે : “ હું તો ધારતા હતા તે ખરું પડયું. એણે આ કહ્યું એટલે ત્યાં કાંતવાનું બંધ કરાવશે.” બાપુ કહે : “ એણે એ માટે નથી લખ્યું. એણે ત્યાંના અમલદારની વિરુદ્ધ કાંઈ હકીકત મોકલી હશે એમ માનવાનો મેં એના પ્રતિ અન્યાય કરેલે એટલા પૂરતી મારું હૃદય તો એની માફી માગે છે.' વલ્લભભાઈ : “ ભલે, મને તો મારું માનવું ખરું લાગે છે. જ્યારે જ્યારે એક જેલમાં અમૂક છૂટ મળે છે એવી ખબર બીજી જેલમાં પડી અને તેની તપાસ થઈ કે એ 2 લઈ જ લેવામાં આવ્યાનું જાણ્યું છે.” બાપુ: “ પણ સરકારી રીતે એ છૂટ એક ઠેકાણે અપાતી હોય તો બીજે અપાવી જોઈએ એમ કેમ માગણી ન થાય ? આ ચર્ચા ઠીક લંબાઈ પણ સાર એટલે જ કે બાપુ જાણ્યેઅજાણે કોઈને પણ અન્યાય કરે તો તેની માફી તો પ્રકટ અપ્રકટ માગી લે છે જ. હજી ઉપવાસ વિષે કાંઈ ખબર આવી નથી. બાપુ કહે: * એ લોકેાના મદનો પાર નથી એટલે એની જરાય નોટિસ ૨૨-૮-'૩ ૨ ન લે તો મને નવાઈ ન લાગે.' સી. પી. કહે છે : “ જ્યાં સુધી કોંગ્રેસ કાનૂનભંગ ન છોડે ત્યાં સુધી એની સાથે સલેહ શી રીતે થાય ? ” અને લિબરલાની સાથે એને સંબંધ છે ? લિબરલ તો કાનૂનભંગની વિરુદ્ધ છે. ३८८

Gandhi Heritage Portal

૩૮૯