પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પાસે મૂકી દઈને એને જૂ ઠું' બોલવાની તક ન આપવી એમાં પરિપૂર્ણ દયા છે અને એના હૃદય ઉપર પણ એની અસર થયા વિના ન રહે.” આટલો નાનકડો કિસ્સા બાપુ અને વલ્લભભાઈની મનાવૃત્તિના ભેદ બતાવવાને પૂરતો છે. - આજે ‘ ભીડ પડે ત્યારે બાળાઓએ શું કરવું’ એ લેખ લખ્યા અને મને અને વલ્લભભાઈને ધ્યાનપૂર્વક વાંચીને એમાં કાંઈ ચર્ચાવા જેવું હોય તો ચર્ચવાનું કહ્યું. એમાં પવિત્રતાના ભાનવાળી અને અહિંસા ચાહનારી બાળાએ પુણ્યપ્રકાપ પ્રગટાવી પેલાને તમાચા ઠેકવા અને એમ કરી પોતે જાગ્રત થઈ, પેલાને જાગ્રત કર, શરમાવવો, ને શરમાય તો સરણને ભેટવાને તૈયાર થવાની સૂચના આપી હતી. તમારો એ હિસા નથી, પણ પેલાને જાગ્રત કરનારો હોઈ અહિંસામય છે. મારી મુશ્કેલી એ નહોતી કે એ તમાચામાં હિંસા છે – હું તો આ સંજોગોમાં તમાચા કરતાં આકરા ઉપાયને પણ હિંસા ન ગણું પણ મારી મુશ્કેલી એ છે કે એ તમાચા કેાઈ પરિચિત માણસ ઉપર અસર કરે, એ શરમાય અને પગે પડે. પણ જાલિમ વશ થાય ? જાલિમ તો હાથપગ બાંધે અને મોઢે ડૂચા બાંધી અત્યાચાર કરે તો ? બાપુએ લખ્યું : “ ત્યારે તમે મારા લેખ નથી સમજ્યા. મેં તો સૂચવ્યું છે કે તમાચો એ જાગ્રતિ પેદા કરે છે, નિર્ભયતા આપે છે, તે સહુથી વધારે તો મરણશક્તિ આપે છે. જાલિમ આવી જાતના તેને મન ફોગટ વિરાધને સારુ તૈયાર જ નથી હોતા. તેથી હઠી જવાનો સંભવ રહે છે. પણ એ ગૌણ વસ્તુ સમજું છું. પેલી સ્ત્રીમાં જે જેમ આવે છે તે મૃત્યુને સારુ બસ છે. પેલા જાલિમ તેની સાથે લડી લે ત્યાં પેલી તો મૃત્યુને શરણ કયારની પહોંચી હોય. કેમ કે તે તો મૃતપ્રાય થઈને ઝૂઝે છે, તે પ્રહાર કરવાનો ખ્યાલ નથી કરતી. તેને તો રટણ માત્ર કરવાનું છે. આ ઉપાય બધા વાતાવરણને માટે સૂચવું છું, અને જે પવિત્ર છે અને જે અહિંસા વડે જ રક્ષિત રહેવા ઈચ્છે છે તેવી બહેનોને સારુ છે. મારી ઉપર વીતેલામાંથી આ લેખ ઉત્પન્ન થયો છે. હું જ્યારે પેલા સળિયાને ઝાલીને જ વળગી રહ્યો ત્યારે મેં મરણની તૈયારી કરી લીધી. પેલાને હું ઈજા ન પહોંચાડી શકત. પણ મારો હાથ ત્યાંથી છટા હોત તો હું તે તરફડિયાં મારત, કદાચ તમાચા મારત, કદાચ દાંતે કરડત, પણ મરતાં લગી ઝૂઝત. આમ ઝઝચા કરતાં છતાં એમાં હિંસા ન હોત. કેમ કે હું પેલાને ઈજા કરવા અશક્ત હતા ને ઈજા કરવાના હેતુ પણ ન હતો. હેતુ માત્ર મરવાનો અને અંદર જતાં છૂટવાના. અહિંસાની આ જ પરીક્ષા છે; તેને હેતુ દુ:ખ દેવાના ન હોય ને પરિણામે પણ દુ:ખ ન હોય.”

Gandhi Heritage Portal

૩૯૪