પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

nscien anybodt reason ૧૦૦ સિદ્ધાન્તને ભેગે મુક્તિ ને જોઈએ એને લખ્યું : "I can understand your reasoning. Only my fast is not intended to coerce anybody. It is meant to quicken into life sluggish conscience. That it may coerce, some is unfortunately true. But such coercion can neither be prolonged nor extensive. A religious reformer does not attempt to dominate the mind. He stirs up people and makes them think and act. "I must not purchase my relief at the sacrifice of my principles. Removal of untouchability is a vital part of my life's programme, but it is not the sole part of it. My life is in God's hands. He will shape it as He will. Do you not think I am in safe hands ? તમારી દલીલ હું સમજી શકું છું. જોકે મારા ઉપવાસ કાઈના પણ ઉપર બળાત્કારને અર્થ નથી, ટાઢા પડી ગયેલા અંતરાત્માને સતેજ કરવા માટે છે. કેટલાક ઉપર બળાત્કાર થાય એ વાત કમનસીબે સાચી છે. પણ આ બળાત્કાર લંબાવી ન શકાય તેમ વ્યાપક પણ ન થઈ શકે. ધાર્મિક સુધારક લોકોના મન ઉપર આધિપત્ય મેળવવા પ્રયત્ન કરતો નથી, એ લેકીને જાગ્રત કરે છે અને તેમને વિચાર કરતા તથા કામ કરતા કરી મૂકે છે. “ મારા સિદ્ધાંતના ભેગે મારે મારી મુક્તિ ખરીદવી ન જોઈએ. અસ્પૃશ્યતાનિવારણ એ મારા જીવનના કાર્યક્રમનો બહુ મહત્ત્વનો ભાગ છે, પણ તે એકમાત્ર ભાગ નથી. મારું જીવન ઈશ્વરના હાથમાં છે, તેને જેમ ગમશે તેમ ઘડશે. તમને નથી લાગતું કે હું સલામત હાથમાં છું ?” e « વૈષ્ણવ મંદિર વિષે વિનય અને પ્રેમપૂર્વક હિલચાલ કરી શકે તો અવશ્ય કરવા જોગ છે. પણ પ્રેમને નામે અધીરાઈથી ઉદ્ધતાઈ ન વપરાય એ ખૂબ ધ્યાનમાં રાખવાનું છે.” « મેરી દૃષ્ટિએ સ્પર્શ, મંદિર પ્રવેશ, આદિ અસ્પૃશ્યતાનિવારણકા અંગ હૈ. ભોજન ઐચ્છિક બાત હૈ.” આખરે કેલપ્પનનો તાર આવ્યા : . - “ બાપુના પ્રેમની આજ્ઞાને આધીન છું. પારણાં કર્યા. આજે આઠ દિવસ થયા. બાપુના જન્મદિવસે તેમને નમ્રતાપૂર્વક પ્રણામ.' આખા હિંદુસ્તાનમાંથી જેને ઉપવાસ છોડવાના તારા જતા હતા અને કોઈનું સાંભળતા ન હતા તે બાપુના આદેશને વશ થઈને ઉપવાસ