પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

nion all selfie development shou Realization ૧૧૪ પ્રાણવાન બનાવે તે આત્મા ૮૬ તમારા માયાળુ પત્ર મલ્યા છે. તમારી માયાની પાછળ રહેલી માગણી એવી છે કે મારે પચાસ વરસની માન્યતા અને મહેનતને છોડી દેવી. એ માયાને વશ થઈને પણ કેમ બની શકે ? ” | હીરાલાલની છોકરી લીલીએ લખ્યું : “ પારણું મારે કરાવવું હતું પણ હું ન કરાવી શકી. મારે હાથે પારણું કરવું પડશે હો ? બાપુએ એને લખ્યું : - “ મને પારણું કરાવવાનો અર્થ સમજે છે ? મારે તારા પારણા સારુ ઉપવાસ કરવા ? ” ધારવાડના એક સજજનને ખૂબ લાંબા કાગળના જવાબમાં પતું : "In my opinion all selfless service leads to self-purification. Economic and moral development should go hand in hand. Atma is that which animates the body. Realization comes through purification. Prayer is necessary for all, if food is. "Liberty should be taken away in lunacy." “મારા અભિપ્રાય પ્રમાણે તમામ પ્રકારની નિઃસ્વાર્થ સેવાનું પરિણામ આત્મશુદ્ધિમાં આવે છે. આર્થિક અને નૈતિક ઉન્નતિ સાથોસાથ થવી જોઈએ. આત્મા એ કે જે શરીરને પ્રાણવાન બનાવે. આત્મશુદ્ધિમાંથી આત્મજ્ઞાન થાય છે. ખોરાક બધાને માટે આવશ્યક છે, તો પ્રાર્થના પણ બધાને માટે આવશ્યક છે. માણસ ગાંડો થાય ત્યારે એની સ્વતંત્રતા છીનવી લેવી જોઈએ.” મણિશ કર ગણપતરામને :

  • રાત્રીએટીવ્યવહાર અસ્પૃશ્યતાનિવારણનું અંગ નથી. આમાં કાઈની ઉપર બળાત્કાર કરવાપણું તો છે જ નહીં; પણ રાટીબેટીવ્યવહાર કાઈ રાખે તો તેને અટકાવવાપણું પણ ન હોય, જેમ નાતજાત વચ્ચે એવા વ્યવહાર રાખનારને કાઈ અટકાવતું નથી. અસ્પૃશ્યતાનિવારણ અને આ વ્યવહાર નાખી વરતુ છે.”

કિશોરલાલભાઈને માટેના કાગળમાં : « ઉપવાસની યોગ્યતા અયોગ્યતા વિષે લખવાપણું નથી રહેતું. તેમાં દોષ તો હતો જ, પણ તે વિના ચાલે એમ ન જ હતું. અહિંસાનું એ છેલું પગથિયું ગણાય.” 46 ઝીણું સ્તર જ્યાં લગી કતાય ત્યાં લગી કાંતવાની આવશ્યકતા છે. ઝીણું વસ્ત્ર પહેરવાનો દોષ હું પણ સ્વીકારું છું. પણ ઝીણા વસ્ત્રના બીજા ઉપયોગી છે. કળાની દૃષ્ટિએ તેની બહુ આવશ્યકતા છે. ઝીણું સૂતર કાઢતાં