પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૩૪ સવર્ણોની જવાબદારી કેટલા છે ? અહીં કેટલાક બ્રાહ્મણ અને શૂદ્ર એમ બે જ વણું કહે છે અને શું કોને વેદોચ્ચારનો અધિકાર નથી એમ કહે છે. અને મેં એમની પાસે વેદોચ્ચાર કરાવ્યો એટલે મારા બહિષ્કાર થયો છે.” બાપુએ એને લખ્યું કે “ વર્ણ માત્ર શૂદ્ર છે, અને દરેક હિંદુને વેદાચારના અધિકાર છે.' અસ્પૃશ્યતા વિષેના કાગળો : f“ અસ્પૃશ્યતાનિવારણનું આવશ્યક અંગ મંદિરપ્રવેશ. સામાન્ય રીતે જે વ્યવહાર બીજી જાતિઓ વચ્ચે છે તે જ અત્યજ ૨૪-૬૦-'૩૨ ભાઈ એ બહેન પ્રત્યે હોવા જોઈએ. સહભોજન સહુની ઇરછા ઉપર છે. એ અસ્પૃશ્યતાનિવારણનું આવશ્યક અંગ નથી. પણ મારી માન્યતા એવી છે કે હિંદુ ધર્મ માં ગમે તેની સાથે વાદ્ય વાર્થ વાવાને પ્રતિબંધ નથી.” - એક જણે પૂછયું હતું કે અસ્પૃશ્ય ગોમાંસ ખાય, મદિરા પીએ, સ્વછ ન થાય ત્યાં સુધી શું થાય ? એને લખ્યું : "I firmly believe that the so-called caste Hindus are responsible for every evil habit that one finds among the Harijans. They can only be removed by sympathetic treatment." “મારી દૃઢ માન્યતા છે કે હરિજનામાં જે કુટેવ જોવામાં આવે છે તે દરેકને માટે કહેવાતા સવર્ણ જવાબદાર છે. સહાનુભૂતિપૂર્વક તેના ઉપાય કરવાથી જ તે દૂર થઈ શકે.” બીજાને : "Removal of untouchability does not necessarily include interdining and intermarriage. But it is open to anyone to dine with and intermarry among Harijans. In other words Harijans should have the same status as the rest of Hindus in all matters. Interdining does not mean eating out of the same plate. Therefore there can be no question of anybody's saliva mixed with food."

  • અસ્પૃશ્યતાનિવારણમાં સહભોજન અને મિશ્રવિવાહ અનિવાર્ય રીતે આવી જતા નથી. પરંતુ હરિજનો સાથે કેાઈ ભોજન વ્યવહાર અથવા કન્યાવ્યવહાર કરે તે તેને પ્રતિબંધ ન હોવા જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો હરિજનના દરજજે તમામ બાબતમાં બાકીના હિંદુઓ જેવા હો જોઈએ. સહભોજનનો અર્થ એક થાળીમાં ખાવું એવા તો થતો જ નથી એટલે ખારાકની સાથે બીજાનું થુંક પણ ભળે એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.'

. e