પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઈની ગાદી બીજાથી ન લેવાય પ્રકારના મેલ ન જોઈએ. એ સ્થિતિ હોય તો ઉપવાસની વ્યાપક અસર થયા વિના રહે નહીં.” e મે કહ્યું: “ સામાન્ય માણસની પણ અસર થાય છે, કારણ કે કળિયુગમાં તો અ૯૫ તપસ્યા પણ ફળે છે.” | બાપુ: “બરાબર, જેમ મારા છ દિવસના ઉપવાસની આટલી અસર થઈ.” e મે કહ્યું : ** હું આપના ઉપવાસની વાત નથી કરતો. પણ ભાવનગરમાં પેલાએ બે દિવસ ઉપવાસ કર્યો અને દુકાનવાળાએ માફી માગી. એ અ૯૫ તપસ્યા અને સામાન્ય માણસ દ્વારા થયેલી તપસ્યાના દાખલા છે.” - બાપુ : “ એ બરાબર, એની વ્યાપક અસર ન થાય. વ્યાપક અસર તે છઠ્ઠી એપ્રિલ ૧૯૧૯માં જે ઉપવાસ અને પ્રાર્થનાની અને સૂચનાની થઈ હતી તે કહેવાય. એવી જ આ ઉપવાસની થઈ એમ હું માનું છું. આટલી અસર થશે, અને લોક સનકારામાં અાટલું સમજી જશે એમ મે તે માનેલું જ નહીં.” a ‘લેકશિક્ષણ’માં * તિલકભક્ત” નામધારી લેખકે કેળકરને સાઠ વરસ પૂરાં થયાં તે નિમિત્તે મહારાષ્ટ્રમાં થયેલા ઉત્સવો ઉપર એક બહુ કડવો લેખ લખ્યા છે. આગરકર, ચિપળુણકર, આર્ટ, અણે, ખાડીલકર આદિ મહારાષ્ટ્રીય પ્રસિદ્ધ વ્યક્તિઓની તુલનામાં એ કયાંય ન ઊતરી શકે, એનામાં યેશુન્યતા છે, એ સ્વસ્થ–પ્રકૃતિ છે, તિલકની ગાદી સાચવવાને બદલે તિલકસત્તાનો લેપ એણે આ એવી ટીકા એ લેખમાં ઠીક કડવી ભાષામાં કરેલી છે. આ વાત બાપુની આગળ કરતાં બાપુ કહે: “ એ બધું અસ્થાને છે, અપ્રસ્તુત છે. એ લેખ આ સમયે લખીને એ સમાજની શી સેવા કરવા ધારે છે ? તિલકની ગાદી લેવી એટલે શું ? તિલકના જેવા જ થવું એ અર્થ હોય તો તે કેાઈ એ તિલકની ગાદી લીધી નથી. અને એમ ગાદી લેવાતી હોય તો તિલકની વિશિષ્ટતા ચાલી જાય. ગાદી તો એણે જરૂર જાળવી. ‘કેસરી' ચલાવ્યું, વધાયું, તે એટલે સુધી કે તિલક પાછા આવ્યા ત્યારે એ ગાદી ઉપર પાછા બેસી ગયા અને બહાર ન ગયા હોય એવી રીતે એ ચલાવવા માંડયું. આવીને તુરત મહાસભાના કબજો લીધા અને હોમરૂલની ચળવળ ઉપાડી. એ બધાનો યશ કેળકરને ઘટે છે. તિલકની સત્તા ઉપરના ૧૯૦૮ને અંગ્રેજોને હુમલે ગણીએ તે તે હુમલા સામે દેશ બરાબર ટણી શકો એમ કહેવાય. મારા જે હુમલો ગણીએ તો તે હુમલાને વશ થવામાં મહારાષ્ટ્રનું ગૌરવ હતું, સામે થવાપણું હતું તો એ * તિલકભક્ત’ જ શા સારુ સામે ન થયા? એની ઘણી