પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૪ પ્રતિબંધવાળી મુલાકાત બાપુને વંચાવવામાં આવ્યા. તેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવળ અસ્પૃશ્યતા વિષે વાત કરવામાં આવે અને એ વિષે બહાર કયાંય પણ જાહેરમાં લખાણ ન થાય, અથવા ગાંધી તરહ્યી નિવેદન બહાર ન પાડવામાં આવે એ શરતે જ વાતો થાય. જે એ શરતનો ભંગ થાય તો ભવિષ્યમાં આવી મુલાકાત ન મળે. બાપુને આ વાત ન ગમી અને આંબેડકરને પણ ન ગમી. આંબેડકરે તો “ કશા અંતરાય વિનાની મુલાકાત 'ની રજા માગી હતી અને એને ‘ તમારા તારમાં લખ્યા પ્રમાણેની’ રજા પણ મળી હતી. તેને આ કાગળ અહીં જેલમાં જતાં અચ એ થશે અને હડસન સાથે ટેલિફાનથી વાત કરી. હડસને કહ્યું : “ લેર્ડ વિલિંગ્ડનની સાથે વાત થયા પછી આ હરાવ કરવો પડ્યો છે.” એટલે લાચારીએ આંબેડકરે કબૂલ કર્યું. આ છતાં આંબેડકરે કહી દીધું કે “ હું તે અસ્પૃશ્યતા વિષે નહીં, પણ રાજદ્વારી પરિસ્થિતિ વિષે વાત કરવા આવેલે, પણ હવે તો થયું.” | બાપુ કહેઃ “ સાચી વાત. મારાથી એ વિષે તમારી સાથે વાત ન થઈ શકે, તમે કરો તોયે હું અભિપ્રાય ન આપી શકું , મારું મન જ એ દિશામાં કામ ન કરે.” - આંબેડકર કહે : “ હું તો માત્ર કહી દઉં' કે આટલા માટે હું આવેલ. મારે તમને સવિનયભંગ છોડીને બહાર નીકળી ગોળમેજીમાં આવવાને વીનવવા હતા. વાત એ છે કે તમે ન આવે તે વિલાયતમાં કશું મળવાનું નથી, ઊલટું બધું બગડશે. ઇકબાલ જેવા માણસે તો દેશના વેરીઓ છે, એ બગાડી આવશે, અને અમારે તે ગમે તેવું બંધારણ હોય તેના ઉપર કામ કરવાનું છે. એટલે હું નાનો માણસ છતાં તમને વીનવું છું કે તમે ચાલે. en બાપુ કહે : “ તમે આખી દલીલનો વિસ્તાર કરી તે હું એના ઉપર વિચાર કરું. મારી સૂચના છે કે તમે બહાર જઈ છાપામાં એ વસ્તુ લંબાણથી લખા. હું એના ઉપર વિચાર કરીશ.' | આંબેડકર : “ એ વસ્તુ આખી લખાય એવી નથી. એમાં તો મુસલમાનોને બહુ દુ:ખ લાગે એવું મારે કહેવું પડે અને એ હું જાહેરમાં ન કહી શકું. પણ હવે તો નામ વિના જુદી રીતે હું લખીશ કે લખાવીશ તે તમે જોજો અને મારું છે એમ સમજીને એના ઉપર વિચાર કરજો.” બાપુ કહે : “ તમે તમારા નામથી જ લખા એ સારું છે. પછી તે તમારી મરજી.” શ્રીમતી નાયડુ એ અભિપ્રાયમાં સંમત થયાં. e પછી અસ્પૃશ્યતા વિષે વાત નીકળી. આંબેડકર કહે : “ મારે પ્રામાણિકપણે કહેવું જોઈએ કે આ મંદિર ખૂલે છે, સહભાજન થાય છે, એમાં