પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હરિજનસેવાની રીત ૧૫૫ તેઓને જમીનની માલિકી આપે, તેઓના લત્તા સુધારે, ઘર સારાં કરી આપે, તેઓના પગાર સારા કરે.

  • ભંગીને એઠવાડ ન અપાય. તેઓમાં સ્વચ્છતા વગેરેનો પ્રચાર કરાય. ટૂંકામાં જે જે રીતે તેઓની હાલત સુધારી શકાય તે ઉપાય ઘર્ષણ પેદા કર્યા વિના જવા જોઈએ.”

આજે નવા યાર્ડ માંથી જૂના યાર્ડમાં પ્રસ્થાન થયું. મણિલાલ મળી ગયા. દેવદાસની તબિયત સારી ન હોવાને લીધે તે ન આવી શકયો. દક્ષિણ આફ્રિકાની સ્થિતિ વિષે બહુ વિગતવાર સલાહ બાપુએ આપી. આજની ટપાલમાં જનારા કાગળામાં મોટો અને સૌથી અગત્યના વાલજી ઉપર હતા. મારી કારકિર્દી શરૂ થતાં હરિલાલ ૨૦–૨ રૂ ૨ માધવજી ભટનો ગોખલેના ભાષાંતરનો ભાગ છપાઈ ગયેલે તે આખા રદ કરવાની સલાહ આપેલી તેવી જ વાલજીભાઈના ઈશુના પુસ્તક વિષે સલાહ આપી. આ રહ્યો કાગળ :

  • તમારું પુસ્તક મળ્યું કે તુરત વાંચી ગયો એમ લગભગ કહેવાય. તમારી ભાષા મને મીઠી લાગે છે એટલે તે તરફ મેં ધ્યાન નથી આપ્યું. આપું તો કેટલુંક ડહાપણ કરું. પણ એ તો નજીવું લાગે છે.
    • મને પુસ્તક નથી ગમ્યું. તમે નામ “ઈશુ ચરિત’ આપ્યું છે. અંદર એવું નથી જોતા.

« તમે એક વખતે કહેલું' મને યાદ છે, અથવા મેં તમારે વિષે ધારી લીધેલું કોઈને કહેલું યાદ છે. તમે માનો છો, “ મૌલિક વસ્તુ આપવાવાળા કાણુ ? આપણે તો પૂર્વજોએ જે ઉત્તમ આપ્યું છે તેનો અનુવાદ આપીને સંતોષ માનીએ.’ આ દલીલ હું કબૂલ રાખું તો તે કદાચ તમારી પુસ્તક પાસ કરું. પણ એ દલીલ હું કબૂલ રાખતા નથી. એ જે તમને લાગુ પડે તે બીજાઓને પણ પડે. એમ બધા કરે તો આપણે પૂર્વજોના કુવામાં બૂડી મરવું રહ્યું. હું માનું છું કે આપણા ધર્મ પૂર્વજોના વારસામાં વૃદ્ધિ કરવાનો છે, તેને આજના ચલણી સિકકામાં વટાવવાના છે, તેને આજના યુગને અનુકૂળ કરવાનો છે. આ કામ કેવળ અનુવાદોથી ન થાય. જે તમે લખ્યું છે એવું તો ગુજરાતી ભાષામાં મળી આવે એમ છે. ખ્રિસ્તીએએ જ અથાગ મહેનત ઉઠાવીને જે તરજુમાં બહાર પાડવ્યા છે એ નાખી દેવા જેવા નથી. એના જ પ્રચાર કાં ન કરીએ ? તમારી મીઠી વાણીનો જ