પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૫છે. વાંચવાલખવાને પણ રેગ પ્રચાર કરવા સારુ તો આવાં પુસ્તક તમે નહીં લખે ના ? અને એમ કરો તેયે એટલેથી એ વાણીના પ્રચાર નહીં થાય. fk આ કૃતિમાં હું એક પ્રકારનું આળસ જોઉં છું. જે બહુ વાંચે છે, બહુ લખે છે, એ ઉદ્યમી જ છે એમ તો તમે નહીં જ કહો. તમારે વિષે તો હું એમ માનું છું કે તમને બહુ વાંચવાનો ને અનુવાદો કરવાનો રાગ છે. એ છૂટા જોઈ એ. હું તમારી પાસેથી આ માગું. ભલે “ઈશુ ચરિત’ આપે. નવા કરાર જેટલી વાર વાંચવા હોય તેટલી વાર વાંચો. પછી પુસ્તક માત્ર અભરાઈ એ મૂકી દો અને વાંચેલામાંથી ઈશુનું જીવન ખડું કરે. - “ આ પુસ્તકને છપાવ્યું એટલે પ્રજાને આપવું જ જોઈ એ એવો ન્યાય ન તળશે. જે મારું લખવું દુરસ્ત લાગે તો છાપેલુ રદ કરજો. ભલે એટલા પૈસા જાય. ને નવું, હુ કહું છું તેવું માલિક લખવાને આદર કરજો. તે વધારે પડતી મહેનત લાગે તો શાંત રહેજે. વાંચવાનું ડીને કંઈક ને કંઈક શારીરિક પ્રવૃત્તિમાં રોકાઈ જઈ શરીર સુધારજો. વાંચવાના રોગવાળા મેં અહીં અને બીજે બહુ ભાળ્યા છે. એ રોગ તમને પણ પીડે છે. એ રાગમાંથી મુક્તિ મેળવવા સારુ ફરે, ઈશ્વરની લીલા નિહાળે, કુદરતનું પુસ્તક વાંચો, ઝાડાની ભાષા જાણા, આકાશમાં ચતું ગાન સાંભળો, ત્યાં રિાજ રાત્રે થતું નાટક જુએ. દહાડે કાંતો, થાક લાગે ત્યારે સીવા, સુથારી કામ થાય તો કરા, માચીનું કામ કરો. તમારે હાથે કળ ચડે છે એ હું જાણું છું. અભ્યાસે એ મટશે. - “ અંગ્રેજીમાં ઈશનાં ચરિત્રો સુંદર લખાયેલાં પુષ્કળ છે. તેમાંથી કંઈક વિણાય. પણ એ બાજે હું તમારી ઉપર ન લાદુ'. e “ મજકુર પુસ્તકમાં દેવદૂત વગેરેના આગમનને ભાગ અાગ્ય છે. એવું તો આપણે ત્યાં બહુ છે. તેમાં વધારો શો કરવા ? દેવદૂતો અને જ્ઞાનીઓ આવ્યા ન હોય તોયે ઈશુના નામને હાનિ પહોંચે તેમ નથી. મારી ફરિયાદ એ છે કે તમે ઈશુની છબી વાંચનાર આગળ ખડી નથી કરી. તમે ઈશુ-નીતિ આપી દીધી છે અને તે પણ અવતરણ ચિહ્નમાં. તમારી જ ભાષામાં આપો તો કાણ અવિશ્વાસ કરનારું છે ? ' “ હું જાણતો નથી, તમે આ પુસ્તક કાને ઉદ્દેશીને લખ્યું છે. જે જનસમાજને ઉદ્દેશીને લખ્યું હોય તો તેની ઉપર પરદેશી નામના બાજો ન ખપે. બાઈબલનાં નામને તમે તમારાં વસ્ત્ર પહેરાવ્યાં છે એ મારા જેવા ઘણું ઓછું વાંચવાવાળાને ખબર ન પડે. મને ભય છે કે તેથી બહુ ફાયદો નથી થતો. જો તમારે ગુજરાતી ભાષામાં ભળી જાય એવાં