પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અસત્યતા કેાની ? * ઉપવાસ દરમિયાન મળેલા કીમતી ધન પૈકીને તમારા કાગળ એક છે. મને ખૂબ આનંદ થાય છે કે જયારે કેટલાકાએ ઉપવાસનો અનર્થ કર્યો છે ત્યારે તમારા જેવા મિત્રોને એ સમજવામાં મુશ્કેલી આવી નથી. પરિણામ ઉપરથી કાર્યોને ન્યાય આપણે કરીએ તો તે આ કાર્ય ઈશ્વરપ્રેરિત હતું એમ સાબિત થાય છે.” ઉપવાસ દરમિયાન આપેલાં બધાં સાધનો ઉપવાસ પૂરા થતાં ઉઠાવી જવામાં આવ્યાં. છેવટે એક મોટું ટેબલ અમને આપેલું હતું તે કાલે આ નવા યાર્ડ માં આવતાં લઈ ગયા; અને અહીં આણેલી એક આરામ ખુરશી હતી તે પણ લઈ ગયા. ટેબલને વિષે વલભભાઈ એ માગણી કરી એટલે જેલરે કહ્યું : “ અમારે ઓફિસમાં જોઈ એ છે.” ખુરશી લઈ ગયા તે વલ્લભભાઈને અને મને ન ગમ્યું. બાપુ કહે : “ એ ખુરશી એ લોકોને વેચવાની હશે એટલે મંગાવી લીધી હશે. ” . ' મેં કહ્યું : “ પણ એનામાં એટલી સભ્યતા નહીં કે તમને પૂછે કે હવે આની જરૂર ન હોય તે લઈ જઈ એ.” | બાપુ : “ ના, એ ખુરશી અત્યાર અગાઉ પાછી મોકલી આપવાની સભ્યતા આપણામાં હોવી જોઈતી હતી. તેમાં આપણે ચૂકવ્યા. બાને એણે કહ્યું તે પહેલાં આપણે રજા આપી એ શાળ્યું. અહીં આ યાર્ડમાં પાછા આવવાની એણે કહ્યું તે પહેલાં આપણે માગણી કરી એ પણ શાભી. એણે કહ્યું હોત તો દુઃખ લાગત.” - વલ્લભભાઈ : “ તમને તો બધાના ગુણ જ દેખાય છે. જ્યાં ગુણ ન હોય ત્યાંય ગુણ જ દેખાય. એ લોકો તદ્દન જડા જેવા છે. બધી ઘણી વસ્તુઓ એકાઉન્ટમાં ચઢાવી તેમ આ પણ ચઢાવે તો કોણ પૂછવાનું હતું ? એને વેચવાની ઉતાવળ હોય તો તમારા ખાતામાં નાખીને વેચેલી બતાવત. પણ આ તો અસભ્યતા બતાવવી એટલે શું ? ” બાપુ : 66 ના, અસભ્યતા બતાવવાનો હેતુ તો નહીં જ. સુપરિન્ટેન્ડન્ટને ખબર પણ ન હોય કે એ લઈ ગયા. વલ્લભભાઈ : “ એને બધી ખબર હશે. એને પૂછવા વિના કાણ લઈ જાય ? ” - બાપુ : “ના, વલભભાઈ, એમાં દુ:ખ માનવાનું કારણ નથી. તમે છઠ્ઠો અધ્યાય શીખ્યા કે નહીં ? – મન પર્વ મનુદયાળ ા૨ ગ્રંષમોક્ષયોઃ | અને આત્મા આત્માનો બંધુ છે. ” વલ્લભભાઈ : “ હેસ્તા. પણ આત્મા એ આત્માના શત્રુ પણ છે ને ? ”