પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

“ ર ૧૭૬ માનવહક માટે લડવા તત્પર કાલે સવારે મેજર ભંડારી આવીને અસ્પૃશ્યતા વિષે, મુલાકાત વિષે અને કાગળાની છુટ વિષે ચાલતા તુમારના જવાબ ૨૧-૧૦' રૂ ૨ સંભળાવી ગયા. બાપુએ બપોરે જ જવાબ લખ્યો. સાંજે નકલ થઈને એ મેજર પાસે ગયા. મેજરે કેપી આપવાની ના પાડી હતી એટલે તે વિષે આરંભમાં સખત વિરોધ દર્શાવીને એને અપમાનજનક વર્ણ વ્યું હતું. રાત્રે ૧૧ વાગ્યે કરેલી આવ્યા અને મને ઉઠાડી કહેવા લાગ્યા કે પહેલા પેરેગ્રાફ કાઢી નાખો એમ મેજર ઇચ્છે છે. તેઓ નકલ આપવા તૈયાર છે. બાપુ, વલ્લભભાઈ પણ જાગી ઊઠયા. આનો ભેદ ન સમજાય. કાગળ ઉપર “ ખાનગી' લખ્યું હતું એટલે એ ન આપ્યા હોય એમ અમે માનેલું. પણ આખરે મેજરે આપવાનો કેમ ઠરાવ કર્યો એ સમજવામાં ન આવ્યું. સવારે ઊઠીને પ્રાર્થના પછી બાપુએ એમાં ફેરફાર કર્યા અને મે નકલ કરી અને છ વાગ્યે એ કાગળ ચાલ્યો ગયો. ‘ અસ્પૃશ્યતા વિષે ઇરછું એને ન મળવા દે અને લખેલા કાગળમાંથી ઇચ્છું એ ન છાપવા દે તો સરકારની સાથેના મારે સહકાર છોડીશ અને શરીર ચાલે ત્યાં લગણ ‘સી’ વગનો ખેરાક લઈશ.” મુદત પહેલી નવેમ્બરની આપી છે ! આમ અમારે તો નિરર્ય પ્રતિ ફાવયા જ્ઞUTAવિ સ્તર ન મોઢામ 'ની સ્થિતિ છે. '૭૦માં પણ આવી જ નોટિસ આપવી પડી હતી. તે વેળા બીજા કેદીઓને મળવાનો અને તેમની સુખાકારી જાણવાના માનવહક એક સમાજસુધારક તરીકે એમણે માગી લીધા હતા, અને તે ન મળે તો ઉપર પ્રમાણે ત્યાગ કરવાની નોટિસ આપી હતી. પ્રથમ માર્ટિન ચિડાયેલ. બાપુ કહે : “તમે ક્રોધમાં વાત કરો છો. હું તમારી સાથે ન વાત કરું.” પછી ઠંડા પડીને આવ્યા. કાગળ ફાડી નાખવાની વિનંતી કરેલી. બાપુ કહે : “તારી મિલકત છે; એ મારાથી ન ફડાય અને મારા હાથમાંથી એ છુટી ગયો એટલે એ તો મારે પ્રતિજ્ઞાવાકચે છે. એ ફરી ન શકે.” અસહકાર કરીશ એનો અર્થ એ બતાવેલ કે “ખાસ ખારાક છેડીશ, ખાટલે ગાદડાં છોડીશ, કાગળપા, પુસ્તકે ડીશ - બધું છોડતા જઈશ – જેમ તમે વધારે કષ્ટ આપતા જશે તેમ તેથીયે વધારે કષ્ટ લઈને હું પેલા કષ્ટને સુખ માનતો જઈશ.” અમે “ સી ' કલાસનો ખોરાક લેવાની વાત કરી એટલે કહે : * એ તો સહાનુભૂતિની હડતાલ થઈ. એ ન થાય. અને એમ થાય તો મારું કૃત્ય શાભી નીકળતું અટકે. હા, તમારો સમય ત્યારે જ આવે કે જ્યારે એ લોકો લડાઈ શરૂ કરે, મારા ઉપર કષ્ટ નાખવાનાં શરૂ કરે, મને ‘ સી ’માં નાખે, સેપરેટમાં પૂરે, દંડાછેડી આપે, વગેરે. એવું ન કરે એ હું માનું છું, પણ એ કરે તો