પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સરકારને વિનયપૂર્ણ જવાબ કાઢવાની પેરવી કદાચ હાય. ગમે તે હોય. કાઢે તો શું કરવું એના વિચાર કરતા ઊઠયા. હું નવેક વાગ્યે બાપુને તેલ ચાળવા લાગ્યા. સામાન્ય રીત તેલ ચોળતાં અર્ધીક કલાક જાય છે. પણ આજે પેલો આવે છે, આવે છે, એ ડર અને ધારણામાં લગભગ દસ વાગવા આવ્યા. ' - ત્યાં મેજર ભંડારી દરવાજામાં પેઠા. આવીને બાપુની પથારી ઉપર એઠા અને ગવર્નમેન્ટ ઑફ ઇંડિયાના સંદેશા વાંચી સંભળાવ્યો. ‘હિંદુસ્તાન સરકારને ૨૪મીને તમારા કાગળ છેક ૩૧મીએ મળ્યો એટલે ઠરાવ આપતાં બે ત્રણ દિવસ થશે. એ બાબતમાં અમે ખૂબ વિચાર કરી રહ્યા છીએ. દરમિયાન મિ. ગાંધી પોતાના ખોરાકનો અંકુશ માફ રાખે છે સારું.' આમાં બધે ભાષા વિનયની હતી, ‘મિ. ગાંધી લખ્યું હતું પણ એ કાગળ રવાના કરતા કાગળમાં, “Convey this message from Government of India to State Prisoner M. K. G. હિંદ સરકારના આ સંદેશો રાજકેદી એમ. કે. જી. ને પહોંચાડજો,” એમ હોઈ લે ભંડારીને લખ્યું હતું. e બાપુએ સંદેશા વાંચ્યા. મેજરે આગ્રહ કર્યો કે હવે તમારે માનવું જોઈ એ. | બાપુ કહેઃ “ કાલે જોઈશ.” પછી આખરે કહે : “ ભલે બકરીઓ કાલે આવવા દેજે.” મેજર ગયા એટલે અમને પૂછયું : “ બેલા, તમારે શા અભિપ્રાય છે ? ” અમે કહ્યું : “ બીજે જવાબ હોઈ જ ન શકે. આ તો આપણે જે ધારી રહ્યા હતા તે આવ્યું. આમાં સભ્યતા છે અને વિનતી પણ છે અને એમાં કોઈ પ્રતિજ્ઞા છોડવાપણું નથી.” | બાપુ કહે : “ એ તો ઉપવાસ શરૂ કર્યો હોત તોયે છોડત. એણે મુદત માગી. અને આ તો મુંબઈ સરકાર ઉપર ભારે થપાટ છે. એનો કાગળ આટલા દહાડા કેમ પડી રહેવા દીધા એવા એને ઠપકો પણ છે. કાઈ કે બાતડુ' બાળેલું. કદાચ હડસને ખીજમાં ને ખીજમાં રાખી મૂકયો હોય.” સવારે સાડાચાર વાગ્યે બાપુએ મધપાણી અને ફળ શરૂ કર્યા અને પછી હિંદુ સરકારના ગૃહમંત્રીને લાંબે તાર લખાવ્યા. ૨- -- રૂ ૨ એમાં સત્યાગ્રહ કરવાની કેમ ફરજ પડેલી તે સમજાવ્યું. કેવા કાગળા તથા તારી મારી પાસે જવાબ આપ્યા વિના જ પડી રહ્યા છે, તે પણ સમજાવ્યું. અને છેવટે કહ્યું કે “ આ આત્માને હણનારી સ્થિતિમાંથી ઊગરવાના ઉપાય કેદીની પાસે બીજો કર્યો હોઈ શકે ?”