પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સત્યાગ્રહીના અતરની વાત જગત જાણે મેં કહ્યું : “ જે લડત મોકુફ રાખવી હોય તો તે રાજગોપાલાચારી કરે; એને કોણ રોકે છે ? પણ આપણે શા સારુ સૂચના કરવી ? મેકૂફ રાખી શકાય એ સમજું છું. એમાં કાંઈ સવિનયભંગ ભૂલી જવાની કે એનાથી છૂટા પડવાની વાત નથી. આપ એક પ્રકારની પાછળ હઠવાની વાત કરો છો ખરું ના ? પણ એ સૂચના આપણા તરફથી શા સારુ જાય ? ” બાપુ : “ જો એ સૂચના ચોગ્ય હોય તો આપણા તરફથી શા સારુ ન જાય ? સત્યાગ્રહીએ તો હંમેશાં માટેથી વિચાર કર જોઈ એ. સત્યાગ્રહીના અંતરમાં શું છે એ આખું જગત જાણે એ જરૂરનું છે. અને તમે કહો છો તેમ આ પાછળ હેવાનું નહીં, પણ આ તો માત્ર મારા બદલવાની વાત છે. લડત ચાલુ જ રહે પણ જુદા મોરચા ઉપર. ઉપવાસ પછી નિવેદન કર્યું અને ઉપવાસ દરમ્યાન નિવેદન કર્યું તેમાં પણ હું તો મેટેથી જ વિચાર કરતો હતો ના ? સરકારને પણ વિચિત્ર જ લાગશે ને કે આ લડનારા ખરા ! ઉપવાસ વખતે છાડવાની માગણી કરી ત્યારે શરત કરવાની ઘસીને ના પાડી. અને હવે લડત બંધ કરવાની વાત કરે છે ! ” a હું : “ એ તો ઠીક; પણ આ સૂચના અડ્ડથી થાય જ શી રીતે ? તમારા કાયદેસર મૃત્યુના સિદ્ધાંતની પણ વિરુદ્ધ છે. આપણને અહીં રહ્યા રહ્યા બહારની સ્થિતિની ખબર શી પડે ? ” બાપુ : “ એ વાત બરાબર. પણ આપણે તો સૂચના જ કરીએ છીએ ના ? અને અહીં રહ્યા રહ્યા સુચના આપણે સાચી કરી ન શકીએ એમ નથી. કરી પણ શકીએ.” હું : “ મને એ વાત કાંઈ ગળે નથી ઊતરતી.” આશ્રમની ટપાલ. નારણદાસભાઈને જેલના ખેરાકને અનુસરતા ખોરાક દાખલ કરવાની ચર્ચા કરવાનું સૂચવ્યું. જેલમાં ૭–? ?–? રૂ ૨ સામુદાયિક તંદુરસ્તી કેમ આટલી જળવાય છે ? પૂજાભાઈ વિષે :

  • પૂજાભાઈ તો આપણી પાસે જ છે. મને તેની ગેરહાજરી નથી જણાતી કેમ કે તે નથી એમ લાગતું જ નથી. આટલા દિવસ તો કાંઈ લેતા ને કાંઈ દેતા. અને હવે તો દે જ છે.”

પુત્રવધૂ નિમુને વિનાદી કાગળ : તને કહાનદાસ નામ નથી ગમતું તો પછી રામદાસનું પણ એમ જ સમજવું ના? એટલે તારે રામદાસને સારુ પણ બત્રીસ વરસે નવું નામ શોધવું? રામદાસ પોતે દાસ રહ્યો એટલે એને બીજુ દાસ જ ગમશે