પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૧૪ રામદાસ-ગીતા એ ત્રણ વાર મે ટેલિફાનમાં કહ્યું. તેને મુંબઈવાળા “ મધર ઇન્ડિયા’ સમજ્યા અને એ પંટિયા સિંગર સાઇગ મશીનની જેમ ચાલે છે એ વાતને સેઇંગ મશીન ચલાવે છે એમ ગોઠવી. એટલે આમાં પણ કોઈનો ઈરાદાપૂર્વક તો વાંક થયા જ નહોતા. - એ. પી. આઈ.ના શાસ્ત્રીને બાપુએ ગુરુવાયુર ઉપર સુંદર મુલાકાત આપી. એકાગ્ર ચિત્તે એક શબ્દ આગળ અટકળ્યા વિના નિરર્ગલ પ્રવાહ ચાલ્યા જતા હતા. હિંદુ ધર્મને લેકે કેમ વળગી રહ્યા છે, એ સવાલના જવાબમાં કહ્યું : “ કારણ કે વધારેમાં વધારે વિકાસ પામવાની તક આપવાની તેમાં શકયતા છે, અને કડકમાં કડક અંતરાત્માને, ઊંડામાં ઊંડા વિચારકને અને પવિત્રમાં પવિત્ર માણસને સંતોષવાની એનામાં શક્તિ છે.” શાસ્ત્રીએ તો આખા રિપોર્ટ સરસ રીતે લીધા હતા પણ તેાયે છેવટે છાપાંવાળાંઓએ “ ઊંડામાં ઊંડા વિચારકના કડકમાં કડક અંતરાત્માને” બનાવ્યું ! રાત્રે આવીને રામા-માતા લખી રહ્યા હતા. રામદાસનું શુદ્ધ સાધુ હૃદય બાપુને એના તરફ અતિશય આકર્ષે છે અને એને મદદ આપવાને માટે બાપુ ગમે તેટલું કરવા તૈયાર છે એ આજના કાગળ અને ખાસ મહેનત લઈ ને તૈયાર કરેલી ૨ માસ-નીતા બતાવે છે. લખાવતાં વારંવાર કહે : * રામદાસની શક્તિ અને સ્વભાવ જોઈને મેં આ સંગ્રહ કર્યો છે.” રામદાસને માટે પિતાના નિરવધિ પ્રેમે પોતાના હાથની અશક્તિ છતાં, ગીતામાંથી ચૂંટી કાઢેલા એકતાળીસ લોકેાની નકલ બાપુ પાસે આજે રાત્રે કરાવી. વીસ શ્લેક થયા હતા ત્યાં હું પહોંચ્યા. મેં કહ્યું : ** મને કહ્યું હોત તો હું નકુલ ન કરત ? ” બાપુ : ‘હું પણ તે તો પુણ્ય તમને મળે ને ?” મેં કહ્યું : ** થોડા ભાગ મને મળે તો શું ? પણ રામદાસની દૃષ્ટિથી તમે જ કરો એ સારું એમ મને લાગે છે.” - પછી પોતે જ મને બાકીના શ્લેફની નકલ કરવા આપી. આની સાથે પ્રેમથી ઊભરાતે કાગળ મોકલ્યો : તારા કાગળના જવાબ આજે મોકલું છું, તેનાથી પણ વહેલા દેવાના ઇરાદે હતા. પણ તારી ઈચ્છા પ્રમાણે શ્લોક શોધવા જતાં મનમાં એમ થયું કે તું સહેજે પચાવી શકે એવા શ્લોકોને એક જ વખતે સંગ્રહ કરીને મોકલી દઉં તો ઠીક. એ આજે કરી શકો અને તે આ સાથે મોકલું છું. તેમાં અધ્યાય અને બ્લેકના આંક આપ્યા છે એટલે ગીતામાં કયાં છે એ પણ તું શેાધી શકે. આમાં તું જોશે કે બધા લેક હૃદયસ્પર્શી